શાહરૂખ ખાન અને દીપિકા પાંચમી વાર સ્ક્રીન શેર કરશે
- સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ કિંગમાં દીપિકાની મુખ્ય ભૂમિકા હશે
મુંબઈ : શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ કિંગમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરશે. આ પાંચમી વાર તેઓ એકસાથે કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ ફિલ્મની ખાસ કરીને દીપિકા સામેલ થયા પછી ચાહકોમાં આતુરતા વધી છે. અગાઉ એવા અહેવાલ હતા કે કિંગમાં દીપિકાનો નાનકડો કેમિયો છે, પણ હવે ફિલ્મમાં તેનો મુખ્ય રોલ હોવાની પુષ્ટી થઈ છે.
અહેવાલો મુજબ શાહ રૂખ ખાન પહેલેથી દીપિકાની મુખ્ય ભૂમિકામાં કાસ્ટીંગ માટે ઉત્સુક હતો, પણ શેડયુલને કારણે પુષ્ટી નહોતી થઈ શકી. પદુકોણએ બાળકના જન્મ પછી બ્રેક લીધો હતો અને પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. જો કે હવે ફિલ્મનો શેડયુલ વિલંબમાં પડતા તેની ઉપલબ્ધિ શક્ય બની છે. ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યુ યર, પઠાણ અને જવાન પછી કિંગ શાહ રૂખ અને દીપિકાની પાંચમી ફિલ્મ બનશે. કિંગ આગામી વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ થવાની શક્યતા છે. એમાં અભિષેક બચ્ચન અને જયદીપ આહ્લાવત પણ છે. પિતા દ્વારા નિર્મિત ફિલ્મમાં પુત્રી સુહાનાના ડેબ્યુને કારણે ફિલ્મ વિશે શાહ રૂખના ચાહકોમાં ભારે ઉત્સુક્તા છે.