Get The App

શાહરૂખ અને દીવાના: 30 વર્ષ પહેલા કેવી રીતે મળ્યો ઈન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર

Updated: Jun 24th, 2022

GS TEAM

Google News
Google News
શાહરૂખ અને દીવાના: 30 વર્ષ પહેલા કેવી રીતે મળ્યો ઈન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર 1 - image


- દિવાના ફિલ્મ 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી

મુંબઈ, તા. 24 જૂન 2022, શુક્રવાર

આ એ સમયની વાત છે જ્યારે 1992માં હીરો તરીકે અમિતાભ બચ્ચનની ખૂદાગવાહ પોતાની હાજરી નોંધાવી રહી હતી. બચ્ચન બોક્સ ઓફિસ પર જામી ગયા હતા પરંતુ મુખ્ય હીરો તરીકેનો તેમનો યુગ સમાપ્ત થવાનો હતો.

આમિર અને સલમાન ખાન કયામત સે કયામત તક અને મેને પ્યાર કિયા દ્વારા ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યા હતા. એટલે કે, નવી અને જૂનીની વચ્ચે જે જગ્યા હોય છે તે ખાલી હતી. 

તે જ સમયે નવા નિર્દેશક રાજ કંવરએ નિર્માતા ગુડ્ડૂ ધનોયા સાથે મળીને પોતાની પ્રથમ ફિલ્મ દિવાના બનાવવાનું વિચાર્યું હતું. ત્યારના રોમેન્ટિક હીરો ઋષિ કપૂર અને નવી સનસની દિવ્યા ભારતીની સાથે. બીજો હીરો હતો અરમાન કોહલી. આ ફિલ્મ 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી. 

શાહરૂખ અને દીવાના: 30 વર્ષ પહેલા કેવી રીતે મળ્યો ઈન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર 2 - image

શાહરૂખ ખાનની એન્ટ્રી

આમ તો દિવાના દિવ્યા ભારતીની કહાની છે- એક છોકરી જેની જિદંગીમાં અનેક દુર્ઘટના બને છે અને જિદંગી કેવી રીતે તેને અલગ દિશામાં લઈ જાય છે. ક્યારેક તેમની ઈચ્છાથી તો ક્યારેક તેની ઈચ્છા વિરુદ્ધ.

બીજા હીરોનો રોલ જે અરમાન કોહલીનો હતો પરંતુ અરમાન કોહલીએ ફિલ્મ છોડી દીધી હતી અને આ રોલ એક નવા હીરોને મળ્યો હતો. તે ફિલ્મની એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. જોકે, ટીવી પર તેમણે અનેક હિટ સિરિયલો આપી હતી. 

ફિલ્મ એક ટ્રેક પર ચાલી રહી હોય છે ત્યારે 1 કલાક અને 20મીનિટ પર બીજા હીરોની એન્ટ્રી થાય છે અને આ હીરોનું નામ છે શાહરૂખ ખાન દિવાના તેમની પ્રથમ ફિલ્મ હતી જે 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી. અરમાન કોહલીના હાથમાંથી જે ફિલ્મ ગઈ તેમણે ઈન્ડસ્ટ્રીને નવો સુપર સ્ટાર આપ્યો હતો. તે વખતે કોઈને ખબર નહતી કે, સેકેન્ડ લીડ વાળો હીરો બોલીવુડનો નંબર વન હીરો બનશે. 

શાહરૂખ અને દીવાના: 30 વર્ષ પહેલા કેવી રીતે મળ્યો ઈન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર 3 - image

શેખર કપૂરે અપાવ્યો હતો રોલ

ગુડ્ડુ ધનોયાએ જણાવ્યું હતું કે, શેખર કપૂરના વધુ ભાર મૂકવાને કારણે જ તેઓ શાહરૂખ ખાનને મળવા માટે તૈયાર થયા હતા અને શાહરૂખ 4-5 ફિલ્મોને પોતાની તારીખો આપી ચૂકયા હતા. તેમની પાસે દિવાના માટે તારીખ જ નહોતી.

પરંતુ શાહરૂખ ખાનને સ્ટોરી પસંદ આવી હતી અને નિર્માતાને હીરો. બંને તરફથી હા થયા બાદ ફિલ્મ સાઈન કરવામાં આવી હતી.

શાહરૂખ અને દીવાના: 30 વર્ષ પહેલા કેવી રીતે મળ્યો ઈન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર 4 - image

ફિલ્મની સફળતા પર શું બોલ્યા હતા શાહરૂખ ખાન

શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, હું નિર્દેશક, નિર્માતા માટે ખૂબ જ ખૂશ છું કે ફિલ્મ સારી ચાલી. પરંતુ મને નથી લાગતું કે, આ ફિલ્મની સફળતામાં મારું થોડું પણ યોગદાન છે. મારું કામ ખૂબ જ ખરાબ હતું. તે ગજબ છે કે, લોકોએ મને ફિલ્મમાં પસંદ કર્યો. કદાચ એટલા માટે કે, હું નવો ચહેરો હતો. 

ખૂબ જ નાની ઉંમરમાં દિવ્યા અને રાજકંવરનું અવસાન થઈ ગયુ હતુ

કૉલેજમાં ભણતી હસતી છોકરી, પ્રેમમાં પડેલી ગર્લફ્રેન્ડ, પત્ની, વિધવા અને પછી ફરી લગ્ન કરીને જીવનના વળાંક પર ઉભેલી એક સ્ત્રીના રોલને એક નવી હીરોઈને તરીરે દિવ્યાએ કર્યો હતો. 

આ એક વિચિત્ર સંયોગ છે કે, દિવ્યા ભારતી અને ફિલ્મના દિગ્દર્શક રાજ કંવર બંનેનું નાની વયે અવસાન થઈ ગયું હતું. 25 જૂન 1992ના રોજ દિવાના ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષથી પણ ઓછા સમયમાં 5 એપ્રિલ 1993ના રોજ દિવ્યા ભારતીનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની ઉમંર માત્ર 19 વર્ષની હતી. 

30 વર્ષ બાદ પણ દિવાના અને તેના ગીતો પ્રખ્યાત છે. વાસ્તવમાં ફિલ્મના હિટ થવા પાછળ તેનું મ્યૂઝિકને મહત્વનું કારણ માનવામાં આવે છે. આ એ જમાનાની વાત છે જ્યારે ફિલ્મો તેમના મ્યૂઝિકના કારણે પણ હીટ થઈ જતી હતી. 

હવે બીજી વખત જોતા દિવાના એક સાધારણ ફિલ્મ લાગે છે. આજના જમાના પ્રમાણે જોઈએ તો, ફિલ્મમાં શાહરૂખ ખાન દિવ્યા ભારતીની ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો, તેના ઘરે જવું, તેના પર રંગ નાખવો વગેરે સેમી સ્ટોકિંગ જેવું લાગે છે. પરંતુ તે 90 ના દાયકાની સંવેદનશીલતાના યુગની ફિલ્મ હતી. ફિલ્મનો ડ્રામા અને સસ્પેન્સ તમને અંત સુધી જકડી રાખે છે.

Tags :