શબાના આઝમી ફરી ઓનલાઈન ફ્રોડના સકંજામાં
- અભિનેત્રીએ પોલીસ ફરિયાદ કરી
- શબાનાના નામે મેસેજ મોકલી ફિશિંગનો પ્રયાસ
મુંબઇ : શબાના આઝમીએ ટ્વિટર પર ટ્વીટ કર્યુ ંહતુ ંકે, તેના નામ પર ઓનલાઇન કાવતરું ઘડાઇ રહ્યું છે. તેણે પોતાના ઓળખીતા તમામને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. તેણે જણાવ્યું છે કે, તેના નામ ફિશિંગનો પ્રયાસ થઇ રહ્યો છે. આમ કરીને લોકોને લૂંટવાની કોશિષ કરવામાં આવી રહી છે. તેથી તેના નામે કોઇ પણ સંદેશા કે કોલ આવેતો તેના પર વિશ્વાસ રાખવો નહીં. આ સાથે અભિનેત્રીએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે.
શબાનાએ સોશિયલ મીડિયા પર આ બાબતે પોસ્ટ મુકી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હમણાં મારું ધ્યાન ગયું છે કે, મારા ક્લીગ્સ અને ઓળખીતાઓને મારા નામે સંદેશા પાઠવવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ રીતે આ ફિશિંગ છે. મહેરબાની કરીને આવા સંદેશા અને કોલ પર ક્લિક કરશો નહીં તેમજ તેનો કોઇ પ્રત્યુત્તર પણ આપશો નહીં, મે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. શબાનાએ જે નંબર પરથી સંદેશાઓ આવતા હતા તે બન્ને નંબર પર શેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બે વરસ પહેલા શબાન ાઆઝમી પોતે જ ઓનલાઇન ઠગાઇનો શિકાર બની હતી. તેણે ઓનલાઇન શરાબની હોમ ડિલીવરી માટે એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. જોકે, બાદમાં તેને ડિલિવરી મળી ન હતી અને તેણે મોટી રકમ ગુમાવી હતી.