દીપિકાને જોઈ ઉર્વશીને આવેગનો ઊભરો, કિસ કરી લીધી


- ફ્લાઈટનો કિસિંગ સીન વાયરલ થયો 

- દિપીકાએ ઉમળકાભેર ઉર્વશીના પ્રેમનો સ્વીકાર કર્યોઃ બંનેના ચાહકોને મોજ પડી

મુંબઇ : અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ઉર્વશી રૌતેલાનો એક કિસીંગ સીન ઈન્ટરનેટ પર બહુ વાયરલ થયો છે. ઉર્વશી ફ્લાઈટમાં દીપિકાને જોઈને એકદમ બેકાબૂ થઈ ગઈ હતી અને તેને ભેટીને જોશભેર એક કિસ કરી લીધી હતી. 

દીપિકાએ પણ ઉર્વશીની આ કિસનો ભારે ઉમળકાથી પ્રતિસાદ આપ્યો હતો.  ઉર્વશી અને દીપિકા બંને દુબઈથી એક ફ્લાઈટમાં સાથે પાછા આવી રહ્યાં હતાં. દીપિકાને જોઈ ઉર્વશી પોતાના આવેગને કાબુમાં રાખી શકી ન હતી અને તેને વળગીને કિસ કરી લીધી હતી.  ફિલ્મ સ્ટાર્સ જાહેરમાં મૈત્રી કે લાગણીના પ્રતીક રુપે એકબીજાને કિસ કરતાં હોય એ બહુ સાહજિક છે. જોકે, ઉર્વશીની આ ચેષ્ટા બહુ અતરંગ હોવાનું ચાહકોએ નોંધ્યું હતું.  દીપિકા  અને ઉર્વશી બંને સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ ધરાવે છે. તેના કારણે આ ઓન ફ્લાઈટ કિસીંગ સીનથી બંનેના ચાહકોને મોજ પડી ગઈ હતી. આ ફોટો ઈન્ટરનેટ પર જબ્બર વાયરલ થયો હતો.   

ઉર્વશી બહુ મોટી હિરોઈન નથી પરંતુ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યામાં તે અવ્વલ છે. હાલ નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના, ક્રિતી સેનન અને દિશા પટાણી તથા કિયારા અડવાણી જેવી નવી હિરોઈનોની સરખામણીએ ઉર્વશીના ફોલોઅર્સની સંખ્યા ક્યાંય વધારે છે. 

City News

Sports

RECENT NEWS