હોસ્પિટલમાં દાખલ કરાયેલા સરોજ ખાનને રજા અપાશે
- શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતા
મુંબઈ, તા.24 જૂન 2020, બુધવાર
બોલીવૂડના પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનને થોડાં દિવસ અગાઉ શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતાં વાંદરા સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરોજ ખાનના નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે થોડાં દિવસ પહેલાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે તેમની તબિયત બગડતાં અમે ચિંતામાં પડી ગયા હતા. પરંતુ અમને એ વાતે ઘણી રાહત થઈ હતી કે તેમને કોવિડ-૧૯નું સંક્રમણ નહોતું થયું અન ેહવે તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે તેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવસે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે પોતાની કોરિયોગ્રાફી દ્વારા બોલીવૂડમાં ધૂમ મચાવનાર સરોજ ખાને પછીથી હિન્દી ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરવાનું સદંતર બંધ કરી દીધું હતું. પરંતુ ત્રણ વર્ષના અંતરાલ પછી વર્ષ ૨૦૧૯માં તેમણે કમબેક કર્યું હતું. ગયા વર્ષે તેમણે કંગના રણૌત માટે 'મણકણિંકાટના ગીતની કોરિયોગ્રાફી કરી હતી. તેવી જ રીતે માધુરી દિક્ષીત- નેને માટે પણ 'કલંક'નું ગીત કોરિયોગ્રાફ કર્યું હતું.