નો ડેટિંગ, આયમ સિંગલ, સારા ખાન કહે છે
- અંકિત ગેરા સાથે ડેટિંગની વાતો નરી અફવા છે
- ઘણા પ્રોજેક્ટ સાથે કરતાં હોવાથી સાથે દેખાઇએ છીએ
મુંબઇ તા.28 માર્ચ 2019, ગુરુવાર
પ્રખ્યાત ટીવી સ્ટાર સારા ખાને ભારપૂર્વક એવા સમાચારને રદિયો આપ્યો હતો કે એ અન્ય ટીવી સ્ટાર અંકિત ગેરા સાથે ડેટિંગ કરી રહી છે.
'આ વાતો નર્યાં ગપ્પાં છે, અફવા છે. અમે એક કરતાં વધુ પ્રોજેક્ટસ્ સાથે કરી રહ્યાં હોવાથી સતત સાથે દેખાઇએ એ સ્વાભાવિક છે. એથી વધુ અમારી વચ્ચે કશું નથી. હું અંકિતને ડેટ કરતી નથી એવી સ્પષ્ટતા મારે કરવી જોઇએ એમ લાગતાં આ વાત કરી રહી છું' એમ સારા ખાને કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે જ્યારે જ્યારે હું કોઇ યુવાન સાથે સોશ્યલ મિડિયા પર દેખાઉં છું ત્યારે લીંકપની વાતો વહેતી થઇ જાય છે. મને એ વાતની નવાઇ લાગે છે કે કોઇ પ્રસંગે તમે કોઇની સાથે હો એટલે શું ડેટિંગ કરવા માંડયાં હોઇએ એમ ? આ તો વિચિત્ર વાત કહેવાય.
હું સિંગલ છું અને હાલ કોઇની સાથે ડેટિંગ કરી રહી નથી એ નક્કર હકીકત છે. હું જ્યારે કોઇની સાથે ડેટિંગ કરીશ ત્યારે તમને મિડિયાને સૌથી પહેલાં જાણ કરીશ, બસ ? એમ એણે વધુમાં કહ્યું હતું.