સારા અલી ખાનના ડ્રાઇવરને કોરોના પોઝિટિવ આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 જુલાઈ 2020, મંગળવાર
સારા અલી ખાનના ડ્રાઇવરને કોરોના પોઝિટિવ આવ્યો છે. બીએમમસીએ તેને ક્વોરોન્ટાઇન કર્યો છે. સારાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મારા ડ્રાઇવરમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. મેં તરત આ બાબતે નગર પાલિકાને જાણ કરી હતી. અને ડ્રાઇવરને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. સારા પોતાની માતા અમૃતા અને ઇબ્રાહિમ સાથે રહે છે.તેમજ તેના ઘરમાં અન્ય સ્ટાફ પણ છે. સારા સહિત દરેકની ટેસ્ટ કરવામાં આવી છે.