સારા અલી ખાન ફરી આનંદ એલ રાયની ફિલ્મમાં
- અગાઉ અતરંગી રે માટે કોલબરેટ કર્યું હતું
- ફિલ્મનું શૂટિંગ શરુ પણ થઈ ગયું, જોકે વાર્તા કે અન્ય કલાકારો વિશે હજુ માહિતી નહીં
મુંબઇ : સારા અલી ખાન દિગ્દર્શક આનંદ એલ રાય સાથે વધુ એક ફિલ્મ કરી રહી છે. તેમણે ભૂતકાળમાં 'અતરંગી રે' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે સારાએ મુંબઇમાં શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે , ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા સહિત ફિલ્મને લગતી સઘળી બાબતો ખાનગી રાખવામાં આવી છે. સારાના રોલ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ્ફિલ્મ સાથે સંકળાયેલ સૂત્રે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાંનું સારાનું પાત્ર તેના ચાહકોને આંચકો આપનારું હશે. ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના હોવાથી શૂટિંગ જલદી પુરુ કરવામાં આવશે.
આ વરસની શઆતમાં સારા અલી ખાને દિગ્દર્શક સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેના દ્વારા તેમણે ફરી કોલબરેટ કરી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો.
સારાની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન દિનો'નુ ટ્રેલર હાલમાં જ રીલિઝ થયું છે.