સારાઅલીના એક્સ બોયફ્રેન્ડ વીરનું હરનાઝ સંધુ સાથે ડેટિંગ
- વીર જાહ્વવીના બોયફ્રેન્ડ શિખરનો ભાઈ છે
- બોની કપૂરે શિખરને સામેથી બોલાવીને ફોટોગ્રાફર્સ સમક્ષ પોઝ આપ્યો
મુંબઇ : સારા અલી ખાનનો એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયા મીસ યુનિવર્સ હરનાઝ સંધુ સાથે ડેટિંગ કરી રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બંને તાજેતરમાં એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.
વીર પહાડિયા જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો ભાઈ છે. શિખર અને જાહ્વવીની રિલેશનશિપ કન્ફર્મ મનાય છે. બંને અનેકવાર સાથે સાથે વેકેશનમાં જાય છે અને શિખરની જાહ્વવીના પરિવાર સાથે પણ અનેક તસવીરો જોવા મળી રહી છે.
તાજેતરમાં જ એક ઈવેન્ટમાં બોની કપૂર અને શિખર બંને હાજર હતા ત્યારે બોની કપૂરે શિખરને સામેથી બોલાવી ફોટોગ્રાફર્સ સમક્ષ પોઝ આપ્યો હતો અને તેનો સંકોચ દૂર કર્યો હતો.
સારા અને જાહ્નવીએ અગાઉ એક ચેટ શોમાં કબૂલ્યું હતું કે એક સમયે તેઓ બે ભાઈઓને ડેટ કરી રહ્યાં હતાં. જાહ્વવી અને શિખરના સંબંધમાં થોડા સમય માટે અંતરાય આવ્યો હતો પરંતુ હવે તેઓ ફરીથી સાથે છે. બીજી તરફ, સારા સાથે બ્રેક અપ બાદ હવે વીર હરનાઝ સંધુ સાથે ડેટિંગ કરી રહ્યાની અટકળો ચાલુ થઈ છે.
જોકે, વીર કે હરનાઝે આ બાબતે કશું સ્પષ્ટ કર્યું નથી.
શિખર અને વીર મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના દૌહિત્રો છે.