સાન્યા મલ્હોત્રાએ વધુ એક કોમેડી ફિલ્મ સાઈન કરી
- સાન્યા બેક ટૂ બેક ફિલ્મો સાઈન કરી રહી છે
- જોકે, ફિલ્મનું ટાઈટલ તથા અન્ય કલાકારોની જાહેરાત હજુ બાકી
મુંબઈ: સાન્યા મલ્હોત્રા બેક ટૂ બેક ફિલ્મો સોઈન કરી રહી છે. તેણે વધુ એક એક્શન કોેમેડી ફિલ્મ સાઈન કરી છે.
આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી. ફિલ્મના અન્ય કલાકારોની વિગતો પણ અપાઈ નથી. સાન્યા તથા ફિલ્મના નિર્માતા દિગ્દર્શકોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન કપિલ શર્મા કરશે.
ફિલ્મ ચાહકોએ આ જાહેરાત અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યા હતા. કેટલાક લોકોએ લખ્યું હતું કે સાન્યા બહુ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તેણે મેઈન સ્ટ્રીમની વધારે ફિલ્મો કરવી જોઈએ.
સાન્યા 'સની સંસ્કારી કી તુલસી કુમારી ' ફિલ્મમાં દેખાવાની છે. આ ઉપરાંત તેણે તાજેતરમાં અનુરાગ કશ્યપની એક ફિલ્મ પણ સાઈન કરી છે.