સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મના રૂપિયા છ કરોડના સેટને તોડી નાખવામાં આવશે ?
- ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ માટે તેણે આ સેટ બનાવ્યો છે.
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
ફિલ્મોના દરેક સેટ વૈભવી રીતે બનાવામાં આવતા હોય છે. સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી માટે પણ રૂપિયા છ કરોડના ખરચે સેટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ લોકડાઉનના કારણે હાલ તેનો ઉપયોગ ન થઇ રહ્યો હોવાથી તેને જલદી જ તોડી નાખવામાં આવે તેવી સંભાવના છે.
સૂત્રેના અનુસાર, ભણશાલીનીઆ ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરી રહી છે. કોરોના વાયરસનો પ્રકોપનો અંત જલદી આવે તેમ લાગતું નથી. ફિલ્મસર્જકને લાગે છે કે, તે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ સુધી શરૂ નહીં કરી શકે.
ભણશલીએ લેવિશ સેટ બનાવ્યો છે. આ તેનો મોટામાં મોટો સેટ છે. લોકડાઉન પુરુ થતાં જ ચોમાસાની ઋતુ શરૂ થઇ જશે. તેથીઆ પહેલા સેટને ઊતારી લેવો પડશે.
લોકડાઉનના કારણે કલાકારોના તારીખોની પણ સમસ્યા સર્જાવાની છે. તેથી ભણશાલીને લાગે છે કે તેનો સેટ બેકાર ધૂળ ખાતો પડી રહેશે તેના કરતા તોડી નાખવો જોઇએ.