Entertainment
સંજય લીલા ભણશાળીની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
By GS Team
22 Apr 20261 min read

- ઐતિહાસિક વિષય પરની ફિલ્મ હશે
- જોકે, સંજય લીલા ભણશાળી ફક્ત પ્રોડયૂસ કરશે, દિગ્દર્શન અન્ય કોઈને સોંપશે
મુંબઇ : સંજય લીલા ભણશાળી તેના પ્રોડક્શનની નવી ફિલ્મમાં રામચરણને સાઈન કરે તેવી સંભાવના છે. આ ફિલ્મ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી હશે. સંજય લીલા ભણશાળીના મતે બોલિવુડના હાલના કોઈપણ કલાકાર કરતાં રામચરણ આ ફિલ્મ માટે વધારે યોગ્ય રહેશે.
જોકે, સંજય લીલા ભણશાળી જાતે આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે તેને બદલે તે ફક્ત નિર્માતા તરીકેની જ જવાબદારી સંભાળશે. ફિલ્મનું દિગ્દર્શન બોલિવુડના કોઈ દિગ્દર્શકને સોંપાઈ શકે છે.
ફિલ્મ હિંદી ઉપરાંત સાઉથની ચારેય ભાષામાં રજૂ કરાશે.
સંજય લીલા ભણશાળીએ અગાઉ બે વર્ષ પહેલાં પણ એક પુસ્તક પરથી ઐતિહાસિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ બાદમાં તે પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો.









