સંજય દત્ત સાઉથ સ્ટાર ધનુષની ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે તેવી ચર્ચા શરૂ
મુંબઈ, તા. 12 ડિસેમ્બર 2022 સોમવાર
સાઉથની લઈને બોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનારા એક્ટર ધનુષ 'ગ્રે મેન' અને 'નાને વરુવેન' જેવી બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. 'કેપ્ટન મિલર', 'ગ્રે મેન 2' અને 'વાથી' તેમની મોટા બજેટની અપકમિંગ ફિલ્મો છે.
આ સિવાય અભિનેતા નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર શેખર કમ્મુલાની ફિલ્મમાં પણ જોવા મળશે. જોકે અત્યારે આ ફિલ્મનું ટાઈટલ નક્કી થયુ નથી પરંતુ જાણકારી એ છે કે ફિલ્મમાં તેમની સાથે બોલીવુડ એક્ટર સંજય દત્તનું દમદાર પાત્ર જોવા મળશે.
તાજેતરમાં જ ધનુષની આ ફિલ્મનું એલાન થયુ હતુ પરંતુ અત્યાર સુધી આ અનટાઈટલ્ડ વેન્ચર ફ્લોર પર ગઈ નથી. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સંજય દત્ત ધનુષની આગામી ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. અગાઉ સંજય દત્તે યશ સ્ટારર ફિલ્મ KGF: ચેપ્ટર 2 માં વિલનનો રોલ પ્લે કરી ચૂક્યા છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. જોકે એક્ટરને આ રોલ માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યુ છે.
સંજય દત્તે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે પરંતુ હજુ સુધી એક્ટર કે મેકર્સ તરફથી સત્તાકીય નિવેદન સામે આવ્યુ નથી. ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ અત્યારે ચાલી રહ્યુ છે. ફિલ્મનું શૂટિંગ 2023 ના મધ્યમાં શરૂ કરવામાં આવશે. તમિલ, તેલુગુ સિવાય આને હિંદીમાં પણ એક સાથે શૂટ અને રિલીઝ કરવામાં આવશે.