મુંબઈ, તા. 3. જુલાઈ 2018 મંગળવાર
સુપરહિટ બની ચુકેલી સંજય દત્તની બાયોપિક સંજુ જોયા પછી મોટાભાગનાને જાણ થઈ છે કે સંજયદત્તનો સૌથી નજીકનો મિત્ર ગુજરાતી છે.
સંજુ ફિલ્મમાં ભલે તેનુ નામ કમલેશ ઉર્ફે કમલી હોય પણ રીયલ લાઈફમાં સંજુબાબાના આ મિત્રનુ નામ પરેશ ગિલાની છે. પરેશ બિઝનેસમેન છે અને લોસ એન્જિલસમાં સ્થાયી થયેલા છે.
પરેશ સંજુબાબાનો જિગરી દોસ્ત છે અને આ ફિલ્મના કારણે તેમના પર પણ અચાનક લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયુ છે. આ ફિલ્મ રિલિઝ થયા બાદ પહેલી વખત સંજુબાબા અને પરેશ વિરાની મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ફોટોગ્રાફર્સે તેમને ક્લિક કરવાની તક ઝડપી લીધી હતી.
સંજુ ફિલ્મમાં સંજય દત્તના બેસ્ટ ફ્રેન્ડ કમલીના રોલમાં વિકી કૌશલ છે. આ એક રોલે વિકી કૌશલને પણ ભરપૂર ખ્યાતિ અપાવી દીધી છે. ફિલ્મમાં કમલી સંજય દત્તના મુસીબતના સમયમાં તેની પડખે ઉભેલો જોવા મળે છે. વિકી કૌશલના અભિનયના ચારે તરફ વખાણ થઈ રહયા છે.


