Get The App

સંજય દત્ત સાઉથની ફિલ્મમાં હીરોના પિતાની ભૂમિકામાં

Updated: May 20th, 2023

GS TEAM

Google News
Google News
સંજય દત્ત સાઉથની ફિલ્મમાં હીરોના પિતાની ભૂમિકામાં 1 - image


- સંજયે જે મળે એ રોલ કરવા માંડયા 

- 'લિયો' ફિલ્મમાં થલપતિ વિજય પુત્ર અને સંજય દત્ત તેના ગેંગસ્ટર પિતા બનશે

મુંબઇ : બોલીવૂડનો સ્ટાર સંજય દત્ત હવે સાઉથની ફિલ્મોમાં વધુને વધુ રોલ કરી રહ્યો છે. તેણે એક ફિલ્મમાં પિતાની ભૂમિકા પણ સ્વીકારી છે. જાણવા મળ્યા મુજબ થલપતિ વિજયની ફિલ્મ 'લિઓ'માં સંજય દત્ત તેના પિતાની ભૂમિકામાં છે. સંજય દત્ત અને થેલાપતિ વિજય ફિલ્મમાં ગેન્ગસ્ટર તરીકે જોવા મળવાના છે.  થેલાપતિ વિજય, વિજય ૪૦ વરસના વયના યુવકના રોલમાં જોવા મળશે. જે કાશ્મીરમાં રહે છે, અને ગેન્ગ વોરથી દૂર છે. પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષની વાત ફિલ્મમાં હશે. સંજય દત્તે  પણ સુનિલ શેટ્ટી  સહિતના કલાકારોની જેમ સાઉથની ફિલ્મોમાં નાના મોટા રોલ સ્વીકારવા માંડયા છે. બીજી તરફ હિન્દી ફિલ્મોમાં તેની હાજરી ઓછીન ેઓછી થઈ રહી છે. 

Tags :