દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને રણબીર કપૂર સાથે સંગમ ફિલ્મની રિમેકની યોજના
- કરણ જોહરે પોતાના એક ચેટ શોમાં ઇચ્છા વ્યક્ત કરી
મુંબઇ : કરણ જોહરે પોતાના એક ચેટ શોમાં પ્રણય ત્રિકોણ પર આધારિત ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કરણ જોહર આ ત્રિપુટીને લઇને સ્વ. રાજકપૂરની યાદગાર ફિલ્મ સંગમની રિમેક બનાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ સાથે લગ્ન કરતાં પહેલાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર ગાઢ પ્રેમમાં હતા. તેમનું બ્રેકઅપ થયાપછી દીપિકા પદુકોણ ડિપ્રેશનમાં જતી રહી હતી.
રણબીર કપૂરના સ્વ. દાદા રાજકપૂર નિર્મિત અને દિગ્દર્શિત , લવ ટ્રાયન્ગલ પર આધારિત ફિલ્મ સંગમ વર્ષ ૧૯૬૪માં સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં રાજ કપૂર, વૈજયંતિ માલા અને રાજેન્દ્ર કુમારે મુખ્ય રોલ કર્યા હતા. એટલું જ નહીં વિદેશમાં શૂટિંગ થનારી ભારતની આ પ્રથમ ફિલ્મ હતી. ઉપરાંત ૨૩૮ મિનીટની અવધિ સાથે સૌથી લાંબી ચાલનારી ભારતીય ફિલ્મ હતી.
કરણ જોહરે સંગમ ફિલ્મની રીમેક બનાવાવની વાત કરતાં જ સોશયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.