Get The App

આદિત્ય ચોપરાની મનમાનીના પાપે સમ્રાટ પૃથ્વીરાજ ફલોપ

Updated: Jan 10th, 2024

GS TEAM

Google News
Google News
આદિત્ય ચોપરાની મનમાનીના પાપે સમ્રાટ પૃથ્વીરાજ ફલોપ 1 - image

દિગ્દર્શક ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ બળાપો કાઢ્યો

ચાણક્ય જેવી સિરિયલ બનાવી ચૂકેલા સર્જકના સૂચનો અવગણ્યાં : અક્ષય કુમાર રોઈ પડયો હતો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: અક્ષય  કુમારની ૩૦૦ કરોડમાં બનેલી 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સ ઓફિસ પર માંડ ૬૮ કરોડ કમાઈ શકી હતી. આ ફિલ્મ ફલોપ જવા માટે નિર્માતા આદિત્ય ચોપરાએ કરેલી બેફામ દખલગીરી જવાબદાર હોવાનો બળાપો હવે ફિલ્મના દિગ્દર્શક ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ કાઢ્યો છે. 

ચન્દ્રપ્રકાશ દ્વિવેદી 'ચાણક્ય' જેવી અદ્ભૂત ટીવી સિરિયલ બનાવી ચૂક્યા છે અને ઐતિહાસિક ફિલ્મો પર તેમની ખાસ હથોટી હોવાનું કહેવાય છે. જોકે, આવા સર્જકનાં સૂચનોને આદિત્ય ચોપરાએ કચરાટોપલીમાં પધરાવી દીધાં હતાં. આદિત્યએ પોતે પોતાની મનમાની ચલાવી હતી અને તેના પરિણામે અતિશય નબળી બનેલી ફિલ્મ ભયંકર રીતે ફલોપ ગઈ હતી. 

ફિલ્મના આવા બૂરા હાલ જોઈ મુખ્ય અભિનેતા અક્ષય કુમાર રડી પડયો હોવાનું દ્વિવેદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. 

દ્વિવેદીએ કહ્યું હતું કે અક્ષય કુમાર જેવો ૫૬ વર્ષનો અભિનેતા ૨૬ વર્ષના રાજાની ભૂમિકામાં ફિટ થતો નથી, તેની મૂછો બહુ નકલી અને વિચિત્ર લાગે છે, તેનાથી ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લર તેની હિરોઈન તરીકે સેટ થતી નથી, અક્ષય કુમાર એક ટ્રેડિશનલ ફેશન બ્રાન્ડના મોડલ જેવો જ લાગ્યા કરે છે વગેરે ટીકાઓ આ ફિલ્મ વિશે થઈ હતી અને તેમાંથી મોટાભાગની ટીકાઓમાં ખરેખર તથ્ય હતું. 

તેમણે  કહ્યું હતું કે આવા ઐતિહાસિક સબ્જેક્ટને હેન્ડલ કરવાનો મારો અને આદિત્ય ચોપરાનો દૃષ્ટિકોણ સાવ અલગ હતો. તેમણે સ્વીકાર્યું છે કે આ ફિલ્મનો જે રીતે રકાસ થયો તે પછી હું અને અક્ષય કુમાર બંને કોઈ ઐતિહાસિક વિષય કે પાત્ર સાથે ચેડાં ન કરવા તેવો બોધપાઠ લઈ ચૂક્યા છીએ.