નવી મુંબઇ,તા. 26 એપ્રિલ 2023, બુધવાર
સામંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના ચાહકો માટે ફોટોથી લઇને વીડિયો શેર કરતી રહે છે અને પોતાની હેલ્થ અપડેટ પણ ચાહકોને આપતી રહે છે. હાલમાં જ સામંથા રૂથ પ્રભુ સ્ટારર શાકુંતલમ રિલીઝ થઈ છે, જેને ચાહકોનો પ્રેમ મળ્યો છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. પરંતુ ચાહકોએ અભિનેત્રી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે.
બોલીવૂડ સ્ટાર્સની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અભિનેત્રીના એક ચાહકે સામંથાની માર્કશીટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોતા જ ખબર પડે છે કે સામંથા કેટલી સ્માર્ટ હતી.
ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલી માર્કશીટની તસવીરો સાથે ટ્વીટમાં લખ્યું છે કે, ટોપર હંમેશા ટોપર રહેશે. તેણે બધી ભૂમિકાઓ ખૂબ સારી રીતે ભજવી છે! વિદ્યાર્થી હોય, પુત્રી હોય, અભિનેત્રી હોય, કાર્યકર્તા હોય, પત્ની હોય, વહુ હોય કે માતા હોય...સામંથાએ લાખો દિલ જીતી લીધા છે. આ રહ્યો #Sam નો પ્રોગ્રેસ રિપોર્ટ. એકટ્રેસની માર્કશીટ જોઇને જ જાણ થાય કે, અભિનેત્રી કેટલી હોંશિયાર હતી, માર્કશીટ પ્રમાણે સામંથાના ગણિતમાં 100માંથી 100 ગુણ અને ફિઝિક્સમાં 95 ગુણ મેળવ્યા હતા.
આ તસવીર પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ લખ્યું, હાહા તે ફરીથી વાયરલ થઈ ગઈ છે. સામંથા રૂથ પ્રભુની આ પ્રતિક્રિયા પર ચાહકોએ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે. સાથે જ અભિનેત્રીના વખાણ પણ થયા છે.


