- અભિનેત્રીએ નિદિમોરુ સાથે પોતાના સંબંધનું આડકતરી રીતે સમર્થન કર્યું
મુંબઇ: સામંથા રૂથ પ્રભુ ફિલ્મસર્જક રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે. તેનો વધુ એક પુરાવો અભિનેત્રીએ પોતે આપ્યો છે. હાલમાં જ તેણે રાજ નિદિમોરુ સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરીને પોતાના સંબંધને આડકતરી રીતે સમર્થન કર્યું છે.સામંથા રૂથ પ્રભુએ રાજને ભેટતો પોઝ આપતાં તસવીર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, બન્ને જણાના પોતા પાર્ટનર્સ સાથે છૂટાછેડા થઇ ગયા છે.
સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ સાથે અફેરમાં હોવાની ચર્ચા છે. જોકે બન્નેએ પોતાના સંબંધોની પુષ્ટિ અથવા તો ખંડન કર્યું નથી. અભિનેત્રીની નવી પોસ્ટ પરથી અંદાજ લગાી રહ્યા છે કે, બન્ને રિલેશનશિપમાં છે.
એક ઇવેન્ટ દરમિયાન સામંથા રૂથ પ્રભુ રાજ પાસે ઊભેલી જોવા મળી રહેલી છે. તે તેની બાહોમાં અને રાજે તેને કમરથી પકડેલી જોવા મળે છે.


