Get The App

Photo : સામંથાએ નાગા ચૈતન્ય સાથે પેચઅપની અફવા પર લગાવી બ્રેક! હટાવી દીધું 'ચૈય'ના નામનું ટેટૂ

Updated: Oct 11th, 2023

GS TEAM

Google News
Google News
Photo : સામંથાએ નાગા ચૈતન્ય સાથે પેચઅપની અફવા પર લગાવી બ્રેક! હટાવી દીધું 'ચૈય'ના નામનું ટેટૂ 1 - image


                                                    Image Source: Facebook

મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર

સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ પોતાની ફિલ્મો કરતા વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સામંથાએ અત્યારે એક્ટિંગથી બ્રેક લઈ લીધો છે. સામંથાએ વર્ષે 2021માં નાગા ચૈતન્યથી અલગ થવાથી જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તલાક બાદ સામંથા અને નાગા બંને પોતાની લાઈફમાં આગળ વધી ચૂક્યા છે. દરમિયાન સામંથા અને નાગાના પેચઅપની અફવા સામે આવી રહી હતી. બંનેએ ફ્રેન્ચડોગ સાથેના ફોટો શેર કર્યા હતા જે બાદથી ચાહકોને લાગ્યુ હતુ કે નાગા અને સામંથાનું પેચઅપ થઈ ગયુ છે. પરંતુ હવે આ અફવા પર સામંથાએ વિરામ લગાવી દીધુ છે. સામંથાએ નાગાના નામનું ટેટૂ હટાવી દીધુ છે.

સામંથા રૂથ પ્રભુએ પોતાની પાંસળીઓ પર ચૈતન્યના નિકનેમ ચૈયનું ટેટૂ બનાવડાવ્યુ હતુ. આ ટેટૂ ત્યારે બનાવડાવ્યુ હતુ જ્યારે બંને સાથે હતા. સામંથાએ ચૈતન્યને ડેડિકેટ કરતા બે વધુ ટેટૂ બનાવડાવ્યા હતા. આ ટેટૂ ફોટોમાં એપ્રિલ સુધી નજર આવી રહ્યા હતા. જ્યારે સામંથા પ્રિયંકા ચોપરાની સિટાડેલના પ્રીમિયર માટે લંડન ગઈ હતી. જોકે હવે નવા ફોટોમાં ટેટૂ નજર આવી રહ્યા નથી. તેનો અર્થ એ છે કે પેચઅપની અફવા ખોટી છે.

સામંથાએ શેર કરી તસવીર

સામંથાએ સોશિયલ મીડિયા પર પિંક કલરની સાડીમાં ઘણા ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં સામંથાની પાંસળીઓ દેખાઈ રહી છે જેની પર ટેટૂ જોવા મળી રહ્યુ નથી.

ટેટૂ બનાવડાવ્યા બાદ થયો હતો પસ્તાવો

ગયા વર્ષે સામંથાએ એક પ્રોગ્રામમાં હિંટ આપી હતી કે તેમને ટેટૂ બનાવડાવવા પર પસ્તાવો છે. સામંથાએ કહ્યુ, - મારી એક સલાહ છે કે ટેટૂ ક્યારેય ન બનાવડાવો.

ઉલ્લેખનીય છે કે સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય વર્ષ 2017માં ગોવામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજથી થયા હતા. 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. જે બાદ લોકો ખૂબ ચોંકી ગયા હતા.

Tags :