સલમાન ખાનની એક્સ GF સંગીતાના ફાર્મહાઉસમાં કિંમતી સામાનની ચોરી, CCTV પણ તોડી નાંખ્યા
Sangeeta Bijlani farmhouse theft : અભિનેત્રી સંગીતા બિજલાણીના પાવના ડેમ પાસે આવેલ ફાર્મ હાઉસમાં 18 જુલાઈના રોજ અજાણ્યા લોકોએ ચોરી કરી છે. મહત્ત્વની વાત એ છે ચોરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે, ફાર્મહાઉસની અંદર તોડફોડ કરવામાં આવી છે અને કેટલીક કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે લોનાવાલા ગ્રામીણ પોલીસનું કહેવું છે કે, આ ઘટના એક સંપૂર્ણપણે પ્રી- પ્લાનિંગ હોય તેવું લાગે છે. આ ઘટના સમયે અભિનેત્રી ફાર્મહાઉસમાં હાજર નહોતી. સંગીતા બિજલાણીએ પુણે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ મામલે એસપી સંદીપ ગિલે માહિતી આપી છે કે, સંગીતા બિજલાણી મુંબઈમાં રહે છે અને તેના પિતાની બીમાર હોવાથી તે છેલ્લા ચાર મહિનાથી ફાર્મહાઉસ ગઈ નહોતી.
18 જુલાઈના રોજ સવારે ફાર્મ હાઉસ પહોચ્યાં ત્યારે સંગીતાને ખબર પડી
સંગીતાની ફરિયાદ મુજબ 18 જુલાઈના રોજ સવારે લગભગ 11.30 વાગ્યે બે ઘરકામ કરતી મહિલાઓ સાથે ફાર્મહાઉસ પહોંચી ત્યારે તેણે જોયું કે ફાર્મહાઉસનો મુખ્ય દરવાજો બળજબરીથી તોડવામાં આવ્યો હતો. અંદર ગયા પછી જાણવા મળ્યું કે આખા ઘરમાં તોડફોડ અને ચોરી થઈ હતી.
પોલીસ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે આવીને તપાસ કરવા કહ્યુ
પોલીસના જણાવ્યા પ્રમાણે ફાર્મહાઉસની બારીઓની ગ્રીલ તૂટેલી મળી, એક ટીવી ચોરાઈ ગયું હતું અને બીજું કેટલીક વસ્તુઓને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ ઉપરના માળે ધુમાડાથી ઘણુ નુકસાન થયેલું હતું. બધા પલંગ અને ઘરવખરીની વસ્તુઓ તૂટેલી હતી. ફ્રીજ પણ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું અને ઘણી કિંમતી વસ્તુઓ ગાયબ હતી. સંગિતાએ તેની ફરિયાદમાં પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેણે કહ્યું છે કે, પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે આવીને તપાસ કરવી જોઈએ.
તમામ સીસીટીવી કેમેરા તોડી નાખવામા આવ્યા
ફાર્મહાઉસના એનટ્રેસથી પહેલા પરિસરમાં લગાવેલા બધા સીસીટીવી કેમેરા તોડી નાખવામા આવ્યા હતા. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ એક પ્લાનિંગ સાથે કરવામાં આવેલો હુમલો હતો. લોનાવાલા ગ્રામીણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિનેશ તાયડેએ જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. પંચનામા પછી એફઆઈઆર નોંધવામાં આવશે.