સલમાન ખાનની બોલિવૂડ ફિલ્મ જેની 9 વખત બની રીમેક, તમામ રહી હીટ
Image Source: Twitter
મુંબઈ, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર
ભારતમાં તમામ એવી ફિલ્મો બને છે જેની બોલીવુડ, ટોલીવુડ અને હોલીવુડમાં રીમેક બની જાય છે પરંતુ એક એવી ફિલ્મ છે જેની 9 વખત રીમેક બની. 9 અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થનારી આ એક તેલુગૂ ફિલ્મ છે પરંતુ ખાસ વાત એ છે કે આ તેલુગૂ ફિલ્મ પોતે જ એક બોલીવુડ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મનું ખાસ કનેક્શન સલમાન ખાનની ફિલ્મ સાથે છે.
આ ફિલ્મ પ્રભુ દેવાની તેલુગુ ફિલ્મ 'નુવ્વોસ્તાનાન્તે નેનોદ્દન્તાના' છે. જેની 9 વખત રીમેક બની. વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મને 9 અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મ સલમાન ખાનની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મૈને પ્યાર કિયા' થી ઈન્સ્પાયર્ડ છે. જેણે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર કબ્જો કરી લીધો. 1989માં આવેલી મૈને પ્યાર કિયા માં સલમાનની સાથે ભાગ્યશ્રી એ લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના ગીત સુપર ડુપર હિટ સાબિત થયા હતા.
આ ફિલ્મથી પ્રભુ દેવાએ કર્યુ હતુ ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ
નુવ્વોસ્તાનાન્તે નેનોદ્દન્તાના પ્રભુ દેવાની રોમેન્ટિક ડ્રામા છે, જે 2005માં તેલુગુ ભાષામાં આવી હતી. આ ફિલ્મને એમએસ રાજુએ સુમંત આર્ટ પ્રોડક્શનના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મથી પ્રભુ દેવાએ ડાયરેક્શનમાં ડેબ્યૂ કર્યુ હતુ. નુવ્વોસ્તાનાન્તે નેનોદ્દન્તાના પણ જોરદાર હિટ સાબિત થઈ હતી.
આ ભાષાઓમાં બની રીમેક
2006માં તમિલ રીમેક બની જેનું નામ Unakkum Enakkum હતુ. 2006માં કન્નડમાં Neenello Naanalle, 2007માં બંગાળીમાં આઈ લવ યૂ, 2007માં મણિપુરીમાં Ningol Thajaba, 2009માં ઉડિયામાં Suna Chadhei Mo Rupa Chadhei, 2009માં પંજાબીમાં તેરા મેરા કી રિશ્તા, 2010માં બાંગ્લાદેશી બંગાળીમાં Nissash Amar Tumi, 2010 માં નેપાળીમાં The Flash Back: Farkera Herda, 2013 માં હિંદીમાં રમૈયા વસ્તાવૈયા.