Get The App

સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન મુશ્કેલીમાં મુકાઇ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન મુશ્કેલીમાં મુકાઇ 1 - image


- ભારતીય સેના આ ફિલ્મને સમર્થન નહીં આપે તો બંધ થઇ શકે

મુંબઇ : સલમાન ખાનને સત્ય ઘટના પર આધારિત બેટલ ઓફ ગલવાનથી બહુ આશા હતી. પરંતુ હાલ આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કહેવાય છે કે, ફિલ્મના વિષયને ભારતીય સેના તરફથી સમર્થન મળતું નથી. જો સેના આ ફિલ્મની વાર્તા પર સત્તાવાર મોહર નહીં લગાડે તો સલમાનની આ ફિલ્મ બંધ થઇ જાય તેવી પુરી શક્યતા છે.  એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે.  બન્ને દેશ વચ્ચે એક હિંસક સંઘર્ષ થયો હતો.ભારતીય સેનાને હવે લાગે છે કે, આ વિષય બહુ જ સેન્સિટિવ છે, જેથી તેમણે ફિલ્મને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી. સલમાન ખાન આ બાબતે આર્મી સાથે વાતચીત કરી રહ્યો છે.

 તેમ છતાં સેના ફિલ્મ બનાવવા માટે સત્તાવાર રીતે સમર્થન નહીં આપે તો અભિનેતા મુસીબતમાં આવી પડશે. 

જો ભારતીય સેના આ ફિલ્મને બનાવવા પર સમંત નહીં થાય તો, ફિલ્મસર્જકે આ પ્રોજેક્ટને બંધ કરવો પડશે અથવા તો સ્ટોરીમાં ધરખમ બદલાવ કરીને કરવી પડશે. 

Tags :