VIDEO: ઉઘાડા પગે ગણપતિ દાદાના દર્શન કરવા પહોંચ્યો સલમાન ખાન, ભારે સુરક્ષા વચ્ચે કેમ લગાવી દોડ?
Salman khan spotted for Ganpati Darshan: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને મહારાસ્ટ્રના મંત્રી આશીષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કર્યા પછી પ્રસાદ લીધો અને કપાળે ચાંદલો પણ કર્યો હતો. તે Z સિક્યોરીટી વચ્ચે મંત્રીજીના ઘરે પહોંચ્યો હતો, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે. જો કે, ગણપતિ બાપ્પાના દર્શન કર્યા પછી સલમાન ચપ્પલ પહેર્યા વગર પોતાની કાર તરફ દોડતો નજર આવ્યો. સાથે તેની સિક્યુરિટી ગાર્ડ પણ તેની સાથે દોડી રહ્યા હતા. સલમાન ખૂબ જ ઉતાવળમાં જતો દેખાયો હતો.
સલમાનનો અંદાજ જોઈ ચાહકોએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર સલમાનનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમા તેના ચાહકોની પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'સલમાન બધા જ ધર્મને માને છે.' એકે લખ્યું, 'સલમાન હિન્દુથી પણ વધારે હિન્દુ છે' અને અન્ય એક યૂઝર્સે લખ્યું 'લોરેન્સ બિશ્નોઈથી બચીને રહેજો ભાઈજાન'
આશીષ શેલારે પણ સલમાનની તસવીર શેર કરી
આશીષ શેલારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગણપતિ બાપ્પાના દર્શનની તસવીરો શેર કરી અને મરાઠીમાં લખ્યું સલમાન ખાન તેના બાંદ્રા વેસ્ટ ગણેશોત્સવ સમિતિના ગણપતિના દર્શન કરવા આવ્યો હતો.
સલમાને ગણપતિ બપ્પાના વિસર્જનનો વીડિયો શેર કર્યો
સલમાને પણ તેના ઘરના ગણપતિ બાપ્પાના વિસર્જન કર્યા હતા. સલમાન અને તેના પરિવારે ઢોલ-નગારા, બેન્જોના તાલ પર નાચીને ઉત્સાહ સાથેપૂર્ણ પરિવાર સાથે ધામધૂમથી ગણપતિ બપ્પાને વિદાય કર્યા હતા. સલમાને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
'બૅટલ ઓફ ગલવાન'માં જોવા મળશે સલમાન ખાન
અભિનેતા સલમાન હવે ટૂંક સમયમાં 'બૅટલ ઓફ ગલવાન' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા યુદ્ધ પર આધારિત છે. સલમાન ખાન ફિલ્મમાં કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવશે. તે સિવાય સલમાન 'bigg boss 19'ને હોસ્ટ કરી રહ્યો છે.