Get The App

સિકંદર' ફ્લોપ જતાં જ સલમાનને મોટો ઝટકો, અપકમિંગ ફિલ્મનો પ્રોજેક્ટ જ બંધ થઈ ગયો!

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
સિકંદર' ફ્લોપ જતાં જ સલમાનને મોટો ઝટકો, અપકમિંગ ફિલ્મનો પ્રોજેક્ટ જ બંધ થઈ ગયો! 1 - image


Salman Khan's 'Sikander' flops, big blow: સલમાન ખાનને 'સિકંદર' પર ઘણી આશા હતી, પરંતુ આ ફિલ્મે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું. જો આ ફિલ્મે ચાલી ગઈ હોત તો, સારી કમાણી કરત. પરંતુ હવે સલમાન ખાનના આગામી પ્રોજેક્ટને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે. ક્યારેક એવું જાણવા મળે છે કે, તે ટૂંક સમયમાં સંજય દત્ત સાથે કામ શરૂ કરશે, તો ક્યારેક એવા સમાચાર આવે છે કે, દક્ષિણવાળાઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન એવી વાત બહાર આવી છે કે, સલમાન ખાન એક પાવરફુલ બાયોપિકમાં ભારતીય જાસૂસની ભૂમિકા અદા કરવાનો છે. પરંતુ આ ફિલ્મ બંધ કરી થઈ ગઈ છે. 

આ પણ વાંચો: 'એ... તુ છે કોણ...' પતિ ઝહીર વિરુદ્ધ વાહિયાત ટિપ્પણીઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, યુઝરને ખખડાવ્યો

સલમાન ખાન વારંવાર YRF સ્પાય યુનિવર્સ માટે જાસૂસ એજન્ટની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત જ તેમની ફિલ્મથી થઈ હતી. અને તેમાં સલમાન ખાને ભારતીય જાસૂસની ભૂમિકા પણ ભજવવાની હતી. પરંતુ મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે રેડના ડિરેક્ટરે  તેની પાછળનું મોટું કારણ પણ જણાવ્યું છે.

સલમાન ખાન બનવાનો હતો ભારતીય જાસૂસ

હકીકતમાં સલમાન ખાન ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિકની બાયોપિકમાં કામ કરવાનો હતા. પરંતુ હવે આ ફિલ્મને બંધ કરવામાં આવી છે. 'રેડ' અને 'રેડ 2' બનાવનારા રાજ કુમાર ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ વિશે વાત કરી હતી. હકીકતમાં તેઓ રવિન્દ્ર કૌશિકની વાર્તાને મોટા પડદા પર લાવવા માંગતો હતો. જેને બ્લેક ટાઇગર્સ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: 'મહિલાઓએ તમારું શું બગાડ્યું છે...' અનુરાગ કશ્યપે બ્રાહ્મણો અંગે ટિપ્પણી બદલ માફી માંગી, સાથે કટાક્ષ પણ કર્યો

કેમ બંધ થઈ સલમાન ખાનની ફિલ્મ

રાજ કુમાર ગુપ્તાએ કહ્યું કે, 'તેમની પાસે અધિકારો હતા, પરંતુ, તે અધિકારો એક્સપાયર થઈ ગયા હતા. અને ત્યાર બાદ તેને રિન્યૂ ન કરવામાં આવ્યા. જેથી કરીને ફિલ્મ બંધ કરવામાં આવી. હકીકતમાં વર્ષ 2021માં પિંકવિલા પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેના પરથી ખબર પડી કે સલમાન ખાને આ ફિલ્મ માટે સહમતિ આપી છે. આ ફિલ્મ રવિન્દ્ર કૌશિકના જીવન પર આધારિત હતી. રાજ કુમાર ગુપ્તા છેલ્લા 5 વર્ષથી તેમના જીવન પર સંશોધન કરી રહ્યા હતા.

Tags :