Get The App

મીકા સિંહને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું, ભત્રીજાએ બતાવ્યો અરીસો

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
મીકા સિંહને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું, ભત્રીજાએ બતાવ્યો અરીસો 1 - image


Image Source: IANS 

Salman had rejected Mika's voice: મીકા સિંહે બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે સલમાન ખાન માટે પણ અનેક ગીતો માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું હતું. જોકે, ભાઈજાન માટે મીકાનો અવાજ પસંદ કરવો એ સરળ કાર્ય નહોતું. મીકા સિંહે પોતે એક વાર ખુલાસો કર્યો હતો કે મારી કારકિર્દીની શરૂઆતમાં સલમાનને મળવું મારા માટે ખૂબ જ અપ્રિય અનુભવ હતો. હકીકતમાં, જ્યારે સલમાને મારો અવાજ સાંભળ્યો, ત્યારે તેમણે પહેલી વાર મને ના પાડી દેતા રિજેક્ટ કરી દીધો હતો. 

મીકાએ જણાવ્યું કે હું સલમાન ખાન સામે મારા ગીતો રજૂ કરી રહ્યો હતો. તે વખતે ભાઈજાન મારા ગીતો ઓછા સાંભળતા હતા પણ મેં મારા ગીતો એમને સંભળાવ્યા. હું ઈચ્છતો હતો કે હું એકવાર હું સલમાન ખાન માટે પ્લેબેક સિંગિંગ કરું. શરૂઆતમાં, ભાઈજાને મારા ગીતોને રિજેક્ટ જ કરી દીધા હતા. એક વખત જ્યારે મેં ફિલ્મ કિકમાં સલમાન માટે 'જુમ્મે કી રાત' ગીત રેકોર્ડ કર્યું હતું, ત્યારે પણ તેમને મારો અવાજ ગમ્યો ન હતો. ત્યારપછી સલમાને આ ગીત પોતાના અવાજમાં રેકોર્ડ કરાવ્યું.

મીકાએ જણાવ્યું કે "જુમ્મે કી રાત" ગીત મારા અને સલમાનના અવાજમાં રેકોર્ડ થઇ ચુક્યો હતો. ભાઈજાનને મારા અવાજમાં ગીત ન ગમ્યું તેથી તેમણે ફિલ્મમાં પોતાના જ અવાજનું વર્ઝન વાપરવાનો આદેશ આપ્યો. જોકે પછીથી સલમાન ખાનના ભત્રીજાએ કાકાને સ્પષ્ટપણે કહ્યું કે કાકા તમારો અવાજ ખૂબ જ સામાન્ય અને સપાટ છે. મીકા સિંહના અવાજમાં આ ગીત વધુ સારું રહેશે. ત્યારપછી મારા અવાજ સાથેનું ગીત ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું. મીકા સિંહે સલમાન ખાન માટે ઘણા હિટ ગીતો ગાયા છે. તેણે સુલતાનનું "440 વોલ્ટ" અને "જુમ્મે કી રાત" જેવા બ્લોકબસ્ટર ગીતો ગાયા છે. તે તેના પાર્ટી સોન્ગ માટે જાણીતો છે.

Tags :