Get The App

સલમાન ખાનનો લોકડાઉનમાં જરૂરતમંદોને મદદ કરતો વીડિયો વાઇરલ થયો

- જેક્લીન ફર્નાન્ડિઝ અને યૂલિયા વંતુર પણ સલમાનની મદદ કરતા જોવા મળ્યા

Updated: May 4th, 2020

GS TEAM

Google News
Google News
સલમાન ખાનનો લોકડાઉનમાં જરૂરતમંદોને મદદ કરતો વીડિયો વાઇરલ થયો 1 - image

નવી દિલ્હી, તા. 04 મે 2020, સોમવાર 

હિન્દી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાન લોકડાઉનના કારણે પોતાના પનવેલ ફાર્મ હાઉસમાં જ રહે છે. પરંતુ ફાર્મ હાઉસમાં રહીને પણ સલમાન ખાન ઇન્ડસ્ટ્રીના મજૂરોથી લઇને પનવેલ ગામના લોકોની મદદ કરવાની કોઇ તક છોડતા નથી. હવે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં લોકોની મદદ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ જાતે ટ્રેક્ટરમાં સામાન ભરાવી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદથી લોકો તેમને આશીર્વાદ આપી રહ્યા છે. 

સલમાન ખાનનો પરિવાર પણ આ કામમાં તેમને મદદ કરી રહ્યો છે. આ સાથે વીડિયોમાં સલમાન સાથે તેમની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર અને જેક્લીન ફર્નાન્ડિઝ પણ જોવા મળી રહી છે. 

આ વીડિયો શેર કરતા કેપ્શનમાં સલમાન ખાને લખ્યુ છે, 'તમારા બધાના યોગદાન માટે આભાર, તમામ લોકોનો આભાર.' આ વીડિયો સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને માત્ર 13 કલાકમાં 35 લાખ 65 હજારથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સલમાન ખાને આ પહેલા પણ 25,000 મજૂરોની મદદ કરી હતી, અને કેટલાય લોકોના ઘરમાં ખાદ્ય સામગ્રી અને જરૂરી ચીજવસ્તુઓ પણ પહોંચાડી હતી.

Tags :