Get The App

સલમા અને સલીમ ખાનની 61મી વેડિંગ એનિવર્સરી: સોહેલના ઘરે ઉજવણીમાં સલમાન ખાન અને હેલન પણ પહોંચ્યા

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
Salim-Salma Khan Wedding Anniversary


Salim-Salma Khan Wedding Anniversary: સોમવારે સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનની 61મી વેડિંગ એનિવર્સરી હતી. આ પ્રસંગે આખા ખાન પરિવારે સોહેલ ખાનના ઘરે સાથે મળીને ઉજવણી કરી. આ અવસરે ખાન પરિવાર સહીત ઘણા સિલેબ્સ સામેલ થયા હતા.

સલમાન ખાન પણ પહોંચ્યા

માતા-પિતાની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે  સલમાન ખાન પણ અહીં જોવા મળ્યો હતો. સલમાન પોતાની સિક્યોરિટી સાથે સોહેલના ઘરે પહોંચ્યો અને પેપરાઝી તરફ હાથ હલાવીને તેમનું અભિનંદન કર્યું.

બોડીગાર્ડ શેરાનો પણ જોવા મળ્યો સ્વૅગ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ ખાન પરિવારના આ જશ્નમાં પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. શેરા સાથે તેનો પુત્રએ પણ પેપરાઝી સામે પોઝ આપ્યા. આ પ્રસંગે સલમાનની બહેન અલવિરા અને તેમની બીજી માતા હેલન પણ હાજર હતા. આ ઉપરાંત, ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ પણ ખાન પરિવારના આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.

બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હેલન 

સલીમ ખાનના બીજી પત્ની હેલન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સદાબહાર આઈકોન બ્લેક કલરના પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. 

સોનાક્ષી-ઝહીર પણ થયા સામેલ

ખાન પરિવારના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ પણ આ ઉજવણીનો ભાગ બન્યા હતા.

સલમા અને સલીમ ખાનની 61મી વેડિંગ એનિવર્સરી: સોહેલના ઘરે ઉજવણીમાં સલમાન ખાન અને હેલન પણ પહોંચ્યા 2 - image

Tags :