Get The App

સલમાન ખાનનો ફેમિલી ફોટો : સલીમ ખાન, સોહેલ-અરબાઝ અને અર્પિતા નજરે પડ્યા

Updated: Nov 26th, 2024

GS TEAM

Google News
Google News
Salman khan Family

Salman Khan Family Photo : સ્ક્રિપ્ટ રાઈટર અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાને 24 નવેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. સલીમ ખાન 89 વર્ષના થઈ ગયા છે. હવે તેમના જન્મદિવસના બે દિવસ બાદ તેમના પુત્ર સોહેલ ખાને એક ખાસ ફેમિલી ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં સલીમ ખાન તેમની પત્ની અને તેમના તમામ બાળકો સાથે જોવા મળે છે.

સોહલ ખાને શેર કરી તસવીર

સોહેલ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેમિલી ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં સલીમ ખાન, સલમા ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન નજરે પડે છે. તે જ સમયે, બે બહેનો અલવીરા ખાન અગ્નિહોત્રી અને અર્પિતા ખાન શર્મા પણ જોવા મળે છે. ફોટો શેરના કેપ્શનમાં સોહેલ ખાને લખ્યું- 'બ્લેસ્ડ'.

આ પણ વાંચો: Photos : નાગાર્જુનના ઘરે બેવડી ખુશીનો માહોલ, નાના દીકરાએ કરી સગાઈ, 7 દિવસ પછી મોટાના લગ્ન

સલમાને પિતા સાથેનો ફોટો શેર કર્યો

સોહેલ ખાન પહેલા સલમાન ખાને પિતા સલીમ ખાન સાથેનો એક ફોટો શેર કરીને ચાહકોને પિતાની પ્રથમ બાઇકની ઝલક બતાવી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા પોસ્ટ કર્યા હતા. પહેલા ફોટોમાં સલીમ ખાન પોતાની બાઇક પર બેઠેલા જોવા મળ્યા હતા. આ તસવીરમાં સલમાન ખાન તેની સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. બીજા ફોટોમાં સલમાન તેના પિતાની બાઇક પર સવારી કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: PHOTOS : ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ કર્યા લગ્ન, તસવીરો કરી શેર