Get The App

Salaar Trailer: ધમાકેદાર... જબરદસ્ત... ધાકડ..., આવી ગયું પ્રભાસની 'સલાર'નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન

ફિલ્મમાં બે મિત્રોની સ્ટોરી છે, જે આગળ જતા બન્ને દુશ્મન બની જાય છે

ફિલ્મમાં પ્રભાસ સિવાય મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ પણ જોવા મળે છે

Updated: Dec 2nd, 2023

GS TEAM


Google News
Google News
Salaar Trailer: ધમાકેદાર... જબરદસ્ત... ધાકડ..., આવી ગયું પ્રભાસની 'સલાર'નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન 1 - image
Image  Twitter 
તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર

જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયુ છે, કારણ કે હવે પ્રભાસની ફિલ્મ 'સલાર'નું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ પ્રંશાત નીલના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ 'સલાર' નું ટ્રેલર આવી ગયુ છે. 'સલાર'માં પ્રભાસ લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. એક્શન ફિલ્મ સાથે ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ સિવાય મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ પણ જોવા મળે છે. તેમનો આ તેલુગુ ડેવ્યુ હશે. તે સિવાય શ્રુતિ  હસન, જગપતિ બાબુ, ઈશ્વરી રાવ અને શ્રિયા રેડ્ડી પણ જબરજસ્ત રોલમાં જોવા મળી રહ્યા છે.

સલારની સ્ટોરી

ફિલ્મમાં બે મિત્રોની સ્ટોરી છે, જે આગળ જઈને દુશ્મન બની જાય છે. જેની સ્ટોરીમાં કેજીએફ થી ઘણી અલગ છે. 'સાલર'ની મુખ્ય ઈમોશન મિત્રતા છે.

ટ્રેલરની કેવી રીતે કરવામાં શરુઆત

ટ્રેલરની શરુઆતમાં બે મિત્ર જોવા મળે છે, જે એક બીજા વાત કરે છે કે, જ્યારે મારી જરુર હશે, ત્યારે હું આવી જઈશ, અને આ મિત્ર બીજો કોઈ નહીં. પ્રભાસ અને પૃથ્વીરાજ હોય છે. પરંતુ પછી ખાનસારા સામ્રાજ્ય મેળવવા માટેનો ખેલ શરુ થાય છે. ફિલ્મમાં શાનદાર VFX પણ જોવા મળે છે. સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટોરી પણ દમદાર છે, અને એક્શનમાં પણ જોરદાર કમાલ જોવા મળે છે.  

Tags :