કપિલ શર્માના શોમાં 'વિક્રમ વેધા' ના પ્રમોશન દરમિયાન સૈફ અલી ખાને કર્યો મજેદાર ખુલાસો
મુંબઈ, તા. 26 સપ્ટેમ્બર 2022 સોમવાર
કપિલ શર્માનો શો એકવાર ફરી પાછો ફર્યો છે. કપિલ શર્માના શો માં કોઈને કોઈ સ્ટારની હાજરી રહેતી હોય છે. આ વખતે કપિલ શર્માના સેટ પર સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે આવ્યા છે.
બંનેએ સેટ પર આવતા જ ધૂમ મચાવી દીધી છે. આ દરમિયાન કપિલ શર્માએ ફેન્સને જણાવ્યુ કે સૈફ અલી ખાને પોતાની ક્લોથ બ્રાન્ડ ખોલી દીધી છે. તેનુ નામ છે હાઉસ ઓફ પટૌડી. જે આજકાલ જાણીતી બ્રાન્ડ બનીને ઉભરી છે.
સૈફ નવા બ્રાન્ડ વિશે પૂછે છે તો કપિલ કહે છે કે સૈફ માત્ર તે જ કપડા મળે છે જે પટૌડી પહેરે છે આની પર સૈફ કહે છે ના અહીં તમામ પ્રકારના કપડા મળે છે અને જે નથી વેચાતા તેમને પણ હુ પહેરી લઉં છુ. સૈફની આ વાત ફેન્સનુ દિલ ખુશ કરી જાય છે. આ વીડિયોને જોતા ફેન્સના કમેન્ટ્સની લાંબી લાઈન લાગી ગઈ છે.
અત્યારે સૈફ અલી ખાનની ફિલ્મ 'વિક્રમ વેધા' ચર્ચામાં છે. આ ફિલ્મમાં સૈફની સાથે ઋતિક રોશન જોવા મળશે. સૈફ આ ફિલ્મમાં પોલીસની ભૂમિકા નિભાવશે અને ઋતિક રોશન વેધાના પાત્રમાં છે.