Get The App

સૈફ અલી ખાન અને અક્ષયની હૈવાન ફિલ્મનું શૂટિંગ પૂર્ણ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
સૈફ અલી ખાન અને અક્ષયની હૈવાન ફિલ્મનું શૂટિંગ પૂર્ણ 1 - image

- દસ વર્ષ જૂની મલયાલમ ફિલ્મની રીમેક

- મૂળ મલયાલમ ફિલ્મનો કલાકાર મોહનલાલ હિંદી વર્ઝનમાં કેમિયો કરશે

મુંબઈ : સૈફ અલી ખાન અને અક્ષય કુમારની ફિલ્મ 'હૈવાન'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે પોસ્ટ  પ્રોડક્શન શરુ થશે. મૂળ પ્લાનિંગ પ્રમાણે આ ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ કરાશે. 

આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર મોહનલાલની ૨૦૧૬ની ફિલ્મ 'ઓપ્પમ'ની રીમેક છે. મતલબ કે જે સ્ટોરી મલયાલમના દર્શકો ૨૦૧૬મા ંજોઈ ચૂક્યા  છે તે હિંદી દર્શકોને દસ  વર્ષ પછી બતાવાશે. મોહનલાલ ખુદ હિંદી ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. 

ફિલ્મ સર્જક પ્રિયદર્શને સોશિયલ મીડિયા પર શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરતી તસવીરો  શેર કરી હતી. જોકે,  તસવીરમાં ફિલ્મની ટીમ સાથે અક્ષય કુમાર જોવા મળતો નથી. 

આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ૧૭ વર્ષ પછી સ્ક્રીન શેર  કરશે.