'સેક્રેડ ગેમ્સ' ફેમ એક્ટ્રેસ એલનાઝ નોરોઝીનુ હિજાબ વિરોધી આંદોલનને સમર્થન, કહ્યુ- 'My Body, My Choice'
મુંબઈ, તા. 12 ઓક્ટોબર 2022 બુધવાર
ઈરાનમાં હિજાબને મુદ્દે ભડકેલી આગ હવે ભારત સુધી પહોંચી આવી છે. નેટફ્લિક્સની હિટ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં કામ કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી એલનાઝ નોરોઝી પણ આ હિજાબ વિવાદમાં કૂદી પડી છે.
એલનાઝ નોરોઝીએ ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓના પ્રદર્શનને સમર્થન આપતા કહ્યુ કે મહિલાઓને પોતાની મરજીથી કંઈ પણ પહેરવાનો હક છે. એલનાઝે હિજાબનો વિરોધ કરતા મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી એલનાઝને પોતાનો હિજાબ અને બુરખાને ઉતારતા જોઈ શકાય છે. બુરખાને ઉતાર્યા બાદ તે એકએક કરીને પોતાના તમામ કપડા ઉતારી દે છે અને આ રીતે તે ઈરાની મહિલાઓના આ પ્રદર્શનમાં સામેલ થઈ જાય છે. આ વીડિયોને તેણે 'My Body, My Choice' નુ નામ આપ્યુ છે. ઉલ્લેખનીય છેકે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પ્રદર્શનકારી મહિલાઓને પોતાનુ સમર્થન આપી ચૂકી છે.
વધુ વાંચો: પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓના હિજાબ વિરોધી આંદોલનને સમર્થન