Get The App

સાસ ભી કભી બહુ થી ટુ ત્રીજી જુલાઈથી ઓન એર થવાની સંભાવના

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
સાસ ભી કભી બહુ થી ટુ ત્રીજી જુલાઈથી ઓન એર થવાની સંભાવના 1 - image


- આ વખતે જીતેન્દ્રનો પણ કેમિયો હશે

- 2000ની સાલમાં આ જ તારીખથી મૂળ સિરીયલ શરૂ થઈ હતી, આ વખતે 150 જ એપિસોડ હશે

મુંબઈ : 'સાસ ભી કભી બહુ થી'ની બીજી સીઝન આગામી તા. ત્રીજી જુલાઈથી ઓન એર થાય તેવી  સંભાવના છે. 

આ સીઝનનું શૂટિંગ થોડા સમય પહેલાં શરુ થઈ ચૂક્યું છે.  વર્ષ ૨૦૦૦માં આ મૂળ સિરીયલ પણ તા. ત્રીજી જુલાઈથી જ શરુ થઈ હતી  તેના કારણે બીજી સીઝન માટે પણ આ જ તારીખ પસંદ કરાઈ હોવાનું કહેવાય છે. 

એકતા  કપૂરે   પ્રોડયૂસર કરેલી આ સીરિયલ ભારતીય ટેલિવિઝનની સર્વાધિક સફળ સિરીયલમાંની એક ગણાય છે. મૂળ સીરિઝના જ કલાકારો સ્મૃતિ ઈરાની તથા અમર ઉપાધ્યાય તેમની મૂળ ભૂમિકાઓમાં જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત સ્ટોરી પ્રમાણે અનેેક નવા કલાકારો પણ સામેલ થઈ શકે છે. એકતા કપૂરના પિતા અને પીઢ એક્ટર જીતેન્દ્રનો પણ આ વખતે એક કેમિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ૨૦૦૦થી ૨૦૦૮ સુધી પ્રસારિત થયેલી આ સિરીયલના ૧૮૩૩ એપિસોડ હતા. જોકે, આ વખતે ૧૫૦ એપિસોડ જ પ્લાન કરાયા છે. 

થોડા દિવસો પહેલાંના અહેવાલો અનુસાર સ્મૃતિ ઈરાનીએ સેટ પર ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે આ સિરીયલ માટે શૂટિંગ કર્યું છે. તેને દર એપિસોડ પેટે રુપિયા ૧૪ લાખની ફી ચૂકવાઈ હોવાનું કહેવાય છે. 

Tags :