શાહરુખને માર્વેલની ફિલ્મ ઓફર કરાઈ હોવાની અફવા
- બોલીવૂડના ટ્રેડ વર્તુળોએ આ અફવા નકારી
- શાહરુખ હાલ કિંગ માં વ્યસ્ત, હોલીવૂડ પ્રોજેક્ટ માટે સમય ફાળવે તેેવી ઓછી શક્યતા
મુંબઇ : શાહરુખને માર્વેલની એક સુપર હિરો ફિલ્મ ઓફર કરાઈ હોવાની અફવા બોલીવૂડમાં પ્રસરી છે. જોકે, ટ્રેડ વર્તુળોએ આ વાત નકારી કાઢી છે.
તેમના જણાવ્યા અનુસાર હાલની તારીખે આવી કોઈ હિલચાલ નથી.
એવી અફવા વહેતી થઈ હતી કે શાહરુખ ખાન માર્વેલની ફિલ્મના સુપરહિરો તરીકે હોલીવૂડમાં ડેબ્યૂ કરશે. શાહરુખે પણ આ માટે સંમતિ આપી છે.
જોકે, ટ્રેડ વર્તુળોએ કહ્યું હતું કે શાહરુખ હાલ પોતાની ફિલ્મ 'કિંગ'માં વ્યસ્ત છે. માર્વેલ જેવાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ માટે શાહરુખે પુષ્કળ તારીખો આપવી પડે જે તેના માટે હાલ શક્ય નથી.
બોલીવૂડના આંતરિક વર્તુળો કહે છે કે પ્રિયંકા ચોપરા હોલીવૂડમાં વ્યસ્ત બન્યા પછી શાહરુખ હોલીવૂડનો કોઈ પ્રોજેક્ટ સ્વીકારે તેવી શક્યતા નહિવત્ત છે. શાહરુખ અને પ્રિયંકા સલામત અંતર જાળવી રહ્યાં છે અને આ કારણોસર જ 'ડોન થ્રી' ફિલ્મ પ્રિયંકાએ નકારી હતી.