Image: Instagram |
Rashmika Mandanna-Vijay Deverakonda Wedding: 2026માં સાઉથ સિનેમાના બે મોટા સુપરસ્ટાર્સ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલ, એવી ચર્ચા ચાલી રહી છે કે, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના નવા વર્ષમાં લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરશે. બંનેના લગ્નના સમાચાર હાલ ચર્ચામાં છે. ફેન્સ પણ આ લગ્નની માહિતી સામે આવતા ખૂબ જ ઉત્સાહિત છે.
ક્યારે કરશે લગ્ન?
એક અહેવાલ અનુસાર, રશ્મિકા અને વિજય દેવરકોંડા 2026માં રૉયલ વેડિંગ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉદયપુરના હેરિટેજ પેલેસમાં થશે. ત્યાં જ તેમના પ્રી-વેડિંગ ફંક્શન પણ થશે. કપલે પોતાના લગ્ન માટે શહેરની એક હેરિટેજ પ્રોપર્ટીને ફાઇનલ કરી છે.
સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના એક મહેલમાં થવાના છે. સગાઈની જેમ કપલ પોતાના લગ્ન પણ ઇન્ટીમેટ રાખવા ઇચ્છે છે, જેમાં ફક્ત પરિવારના અને નજીકના લોકો જ સામેલ થશે. જોકે, હજું સુધી એ સ્પષ્ટ નથી કે, શું રશ્મિકા અને વિજય ઇન્ડસ્ટ્રીના પોતાના મિત્રો માટે અલગથી રિસેપ્શન કે પાર્ટી હોસ્ટ કરશે કે નહીં.
2025માં કરી સગાઈ
નોંધનીય છે કે, રશ્મિકા અને વિજયને લઈને લાંબા સમયથી ચર્ચા છે કે, બંનેએ સીક્રેટલી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઓક્ટોબર 2025માં બંનેની સગાઈની ખબર સામે આવી હતી. સગાઈ ખૂબ જ ઈન્ટીમેટ રીતે થઈ હતી. ફક્ત બંનેના પરિવારના લોકો જ જશ્નનો ભાગ બન્યા હતા. હવે બંનેના લગ્નની ચર્ચા થઈ રહી છે. જોકે, રશ્મિકા અથવા વિજયમાંથી કોઈપણ પોતાની ડેટિંગ, સગાઈ કે લગ્ન વિશે સ્પષ્ટતા કરી નથી. પરંતુ, ફેન્સ તેમને દુલ્હા-દુલ્હનના રૂપે જોવા માટે ઉત્સાહિત છે.


