Get The App

રોહિત સરાફ, નીતાંશી ગોયલ, રાશા રોમાન્ટિક ફિલ્મમાં સાથે આવશે

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
રોહિત સરાફ, નીતાંશી ગોયલ, રાશા રોમાન્ટિક ફિલ્મમાં સાથે આવશે 1 - image

- લવ ટ્રાયેંગલ આધારિત ફિલ્મ હશે

- ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર નહિ, ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાની સંભાવના

મુંબઈ : નવી પેઢીના ત્રણ કલાકારો રોહિત સરાફ, રાશા  થડાની અને નિતાંશી ગોયલ ટૂંક સમયમાં એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. 

આ ફિલ્મ  પ્રણયત્રિકોણ આધારિત વાર્તા ધરાવતી હશે. તનુજ ગર્ગ અને અતુલ કસબેકર આ ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, ફિલ્મનાં ટાઈટલ કે અન્ય વિગતો હજુ જાહેર થઈ નથી. નિર્માતાઓએ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર એનાઉન્સમેન્ટ કર્યું નથી પરંતુ બોલિવુડ વર્તુળોમાં તેનાં કાસ્ટિંગ વિશે  ચર્ચા થઈ રહી છે. 

નિતાંશી 'લાપત્તા લેડીઝ' પછી પ્રસિદ્ધ બની ચૂકી છે. રાશાની પહેલી ફિલ્મ 'આઝાદ'  ફલોપ ગઈ હતી તે  પછી તેની અભય વર્મા સાથેની 'લૈકી લૈકા' ફિલ્મ આવી રહી છે.