Get The App

OTT પર રિલિઝ થઈ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?

Updated: Sep 22nd, 2023

GS TEAM


Google News
Google News
OTT પર રિલિઝ થઈ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો? 1 - image


                                                                Image Source: Twitter

મુંબઈ, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

કરણ જોહરની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની આ વર્ષે 28 જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની રોમેન્ટિક જોડીને દર્શકોને ખૂબ મનોરંજન કરાવ્યુ. ફિલ્મમાં આલિયા અને રણવીર સિવાય ધર્મેન્દ્ર અને શબાના આઝમીની જોડી પણ ખૂબ ચર્ચામાં રહી છે. બંનેની વચ્ચે કિસિંગ સીન ખૂબ ચર્ચામાં રહ્યો. લવ સ્ટોરી, ઈમોશન અને ફેમિલી ડ્રામાથી ભરપૂર આ ફિલ્મને બોક્સ ઓફિસ પણ સારુ પ્રદર્શન કર્યુ. થિયેટર્સ બાદ હવે રોકી ઓર રાની કી પ્રેમ કહાની ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે. 

આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ RRKPK

કરણ જોહરની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની પણ ઓટીટી પર આવી ગઈ છે. આને 21 સપ્ટેમ્બરે ફેમસ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરી દેવાઈ છે.

બોક્સ ઓફિસ કલેક્શન

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની પહેલા ગલી બોય માં એક સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના સ્ટાર કાસ્ટમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ સિવાય ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકાર લીડ રોલમાં છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં 150.75 કરોડ રૂપિયા છે જ્યારે સમગ્ર દુનિયામાં આ ફિલ્મે 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 

Tags :