Get The App

રિતેશ બાત્રાની આગામી ફિલ્મ ક્રોસ-બોર્ડર લવસ્ટોરી

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
રિતેશ બાત્રાની આગામી ફિલ્મ ક્રોસ-બોર્ડર લવસ્ટોરી 1 - image


- જે ભારતીય યુવતી અને વિદેશી પુરુષના પ્રેમસંબંધ પર આધારિત

મુંબઇ : દિગ્દર્શક રિતેશ બાત્રાએ ફિલ્મ ફોટોગ્રાફ પછી છ વરસે એક લવસ્ટોરી લઇને આવી  રહ્યો હોવાનું જણાવ્યું છે. જે ક્રોસ-બોર્ડર લવસ્ટોરી છે જેમાં વિદેશી પુરુષ અને ભારતીય યુવતીની પ્રેમકહાની છે. કલાકારોને ફાઇનલ કરી લેવામાંઆવ્યા છે પરંતુ તેના વિશે માહિતી આપવામાં આવી નથી. આ પ્રોજેક્ટને ગુનીત મોંગા કપૂર સાથે તે કરી રહ્યો છે. આ પહેલા પણ બન્નેએ ધ લંચબોક્સમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, રિતેશ બત્રા લવસ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવવામાં માહેર છે. તેમની સ્ટોરીમાં દર્શકોને નવું જ જોવા મળતું હોય છે. 

રિતેશ બાત્રાની ફિલ્મો વિચારશીલ વાર્તાઓ પર આધારિત હોય છે જેમાં ધ લંચબોક્સ, ધ સેન્સ ઓફ એન એંડિંગ, અવર સોલ્સ એટ નાઇટ અને ફોટોગ્રાફ સામેલ છે. 

Tags :