જેેનેલિયા ડિસોઝા પ્રેગનન્ટ હોવાની અફવા રિતેશે ફગાવી
બેબી બમ્પના કારણે અફવા ફેલાઈ હતી
મુંબઇ : જેનેલિયા હાલ પ્રેગનન્ટ હોવાની અફવા રિતેશે ફગાવી છે. એક વીડિયોમાં જેેનેલિયાનો બેબી બમ્પ દેખાતો હોવાની વાત પરથી આ અફવા ચગી હતી.
જોકે, રિતેશે જણાવ્યું હતુ ંકે તેને વધુ બાળકો થાય એ ગમશે પરંતુ હાલ જેનેલિયા પ્રેગનન્ટ નથી. અમે હાલ ફરી પરેન્ટસ બનવાનાં નથી. રિતેશ અને જેનેલિયાને બે પુત્રો છે. તે ત્રીજીવાર પ્રેગનન્ટ હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી. તેને લીધે રિતેશે હવે આ ખુલાસો કર્યો છે. રિતેશ અને જેનેલિયાનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. તે પછી ૨૦૧૪ અને ૨૦૧૬માં તેઓ પુત્ર સંતાનનાં માતાપિતા બન્યાં હતાં. રીતેશ હાલ ૪૪ વર્ષનો છે જ્યારે જેનેલિયા તેના કરતાં આઠ વર્ષ નાની છે.