Get The App

ઋષભ શેટ્ટી નવી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં

Updated: Dec 4th, 2024

GS TEAM


Google News
Google News
ઋષભ શેટ્ટી નવી  ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં 1 - image


- નિર્માતા સંદિપ સિંહની અધિકૃત ઘોષણા

- ફિલ્મ જાન્યુઆરી 2027માં રજૂ થશેઃ શિવાજી મહારાજના ગેટઅપમાં ઋષભનો લૂક રીલિઝ

મુંબઇ : ઋષભ શેટ્ટી સંદીપ સિંહની 'ધી પ્રાઈડ ઓફ ભારત, છભપતિ શિવાજી મહારાજ'  ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા નિભાવશે.  ફિલ્મનું દિગ્દર્શન સંદીપ સિંહ જાતે કરશે.મંગળવારે સંદીપ સિંહે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર  શેર કરીને  ફિલ્મની ઘોષણા કરી હતી. સાથે સાથે તેણે  આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ  રિલીઝ કરવામાં આવશે તેની માહિતી પણ આપી દીધી છે. આ એક એકશન ડ્રામા ફિલ્મ હશે. 

સંદીપ સિંહે ફિલ્મમાં ઋષભ શેટ્ટીનો છત્રપતિ શિવાજી મહારાજ તરીકેનો લૂક પણ પ્રગટ કર્યો હતો. 

આ  ફિલ્મને હિંદી, અંગ્રેી, તમિલ, તેલુગુ,કન્નડ  અને મરાઠી ભાષા સહિત  વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. 

ઋષભ શેટ્ટી'કાંતારા'  ફિલ્મની સફળતા પછી લાઈમલાઈટમાં આવ્યો છે. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. હાલ તે આ ફિલ્મની  પ્રીકવલમાં વ્યસ્ત છે. 

Tags :