ઋષભ શેટ્ટી બોલીવૂડમાં હનુમાનની ભૂમિકાથી એન્ટ્રી કરશે
- હિંદી ઉપરાંત સાઉથની ત્રણ ભાષામાં આવતાં વર્ષે રીલિઝ કરવાનું પ્લાનિંગ
મુંબઇ : દક્ષિણનો સ્ટાર ઋષભ શેટ્ટી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. અભિનેતા ટી-સીરીઝની એક ફિલ્મમાં ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.
ભૂષણ કુમાર અને ઋષભ શેટ્ટીએ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના છે.આ ફિલ્મને કન્નડ, હિંદી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. માહિતી અનુસાર, અભિનેતા જલદી પોતાના નવા લૂક માટે ફિઝિકલ, ટ્રાન્સફોર્મેશન અને તાલીમ પણ જલદી જ શરૂ કરવાનો છે. ઋષભ શેટ્ટી હાલ તેની 'કાંતારા'ની પ્રીકવલમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. ત્યારબાદ તે ભૂષણ કુમારની આ ફિલ્મનું શૂટિંગ શરુ કરે તેવી સંભાવના છે.