ઋચા ચઢૃાએ ભારતીય સેનાનું અપમાન કરવાના આરોપ બદલ સ્પષ્ટતા કરીને માફી માંગી


- સોશિયલ મીડિય ાપરના એક ટ્વીટને કારણે તેના પર ભારતીય સેનાની મજાકનો આક્ષેપ થયો હતો

મુંબઇ: ઋચા ચઢ્ઢા આ વખતે એક ટ્વીટ બદલ ચર્ચામાં આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવતા તેણે માફી માગવાની સાથેસાથે પોતાના ટ્વીટની સ્પષ્ટતા પણ કરી હતી. 

ભારતીય સેનાનાના અધિકારી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ હાલ જણાવ્યું હતુ ંકે, ભારતીય સેના પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર (પીઓકે)ને પરત લેવા માટેના આદેશોની રાહ જોઇ જોઇ રહી છે. જેના માટે સેના પૂરી રીતે તૈયાર છે. તેમની આ વાત પર  ઋચાએ ટ્વીટ કર્યું હતું કે, ગલવાન હાય કહ રહા હૈ. ઋચાનું આ ટ્વીટ શેર થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. લોકોએ તેને ટ્રોલ કરતાં લખ્યુ ંહતું કે, ગલવાન ઘાટીમાં ભારતીય સેના ચીની સેના સાથે બહાદુરીથી લડાઇ લડી હતી. ઋચાએ તેમની બહાદુરી જ નહીં પરંતુ દેશની સેનાનું પણ અપમાન કર્યું છે. લોકોએ તેના આ ટ્વીટ બદલ લગીરે છોડી નથી. એક રાજકીય તેનાએ તો એકવીડિયો શેર કરીને લખ્યુ ંહતું કે, ઋચા જેવી થર્ડ ગ્રેડ બોલીવૂડ એકટ્રેસ પબ્લિસિટી સ્ટંટ માટે ભારતીય સેનાનું અપમાન કરી રહી છે. તેના ટવીટથી ભારત વિરૂદ્ધના તેના વિચારો સ્પષ્ટ થાય છે. હું મુંબઇ પોલીસને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરું છુ.ં 

સોશિયલ મીડિયા પર હોબાળો વધી જતાં ઋચાએ ટ્વીટ કરીને માફી માંગી હતી. તેણે લખ્યુ ંહતું કે, આ ટ્વીટ કરીને મારો ઇરાદો કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. મારા ત્રણશબ્દોને વિવાદમાં ઘસેડવામાં આવ્યા છે. અણજાણતાં મારા શબ્દો દ્વારા મારાથી કોઇની ભાવનાઓ દુભાઇ હોય તો તેના માટે હું માફી માંગુ છું. 

હું વધુમાં કહેવા માંગુ છું કું મારા નાના પોતે આર્મી સાથે જોડાયેલા હતા. તેઓ લેફેટેન્ટ કર્નલની પોસ્ટ પર હતા. 1960માં ભારત-ચીનના યુદ્ધમાં તેમને પગ પર ગોળી લાગી હતી. મારા મામા પણપૈરાટૂપર હતા. ભારતીય સેના બદલ મને માન છે, અને મારા રક્તમાં દોડી રહ્યું છે. મારા માટે આ એક ભાવનાત્મક મુદ્દો છે. 

City News

Sports

RECENT NEWS