Get The App

રિચા ચઢ્ઢાની નવા શો માટેની ચીક બોબ હેરસ્ટાઈલ વાયરલ બની

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
રિચા ચઢ્ઢાની નવા શો માટેની ચીક બોબ હેરસ્ટાઈલ વાયરલ બની 1 - image

- નવા ઓટીટી શો માટે હેરકટ કરાવ્યા

- રિચા આગામી મહિનાથી આ નવા  શો માટે શૂટિંગ શરૂ કરશે

મુંબઈ : રિચા ચઢ્ઢાનો નવો હેર લૂક વાયરલ બન્યો છે. તેણે પોતાના લાંબા  સ્ટ્રેઈટ વાળ કપાવીને હવે ચીક બોબ હેરકટ કરાવ્યા છે. 

તેણે તેના આગામી ઓટીટી શો માટે આ નવા હેરકટ કરાવ્યા હોવાનું કહેવાય છે. 

રિચાના આ નવા શોનું શૂટિંગ આગામી ફેબ્રુઆરીથી થવાનું છે. તે પહેલાં તેણે આ લૂક અપનાવ્યો છે. તે પોતે આ શો વિશે આજકાલમાં જાહેરાત કરે તેવી સંભાવના છે. 

રિચા છેલ્લે સંજય લીલા ભણશાળીની ઓટીટી સીરિઝ 'હીરામંડી'માં દેખાઈ હતી. ૨૦૨૪માં માતા બન્યા પછી તેણે કારકિર્દીમાં થોડા સમય માટે વિરામ લીધો હતો. હવે  તે ફરી કેટલાક નવા પ્રોજેક્ટસ પર કામ શરુ કરી રહી છે.