- આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં છે
મુંબઇ : રવિ કિશને કાર્તિક આર્યનની નાગજિલ્લા ફિલ્મમાં એન્ટ્રી લઇ લીધી છે. એક રિપોર્ટના અનુસાર, અભિનેતા આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. અભિનેતા આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઉત્સાહિત છે. રિપોર્ટના અનુસાર, ફિલ્મ્માં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં હોવાથી તેની સામેનો વિલન પણ દમદાર હોવો જોઇએ તેમ નિર્માતાનું માનવું હતું. એટલું જ નહીં રવિ કિશન આ રોલ માટે પરફેક્ટ લાગ્ય ોહતો. રવિ કિશન એક સારો અભિનેતા છે તેમજ તેનું પાત્ર એકદમ રસપ્રદ છે.
કાર્તિક આર્યન આ ફિલ્મમાં ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર એપ્રિલ મહિનામાં રિલીઝ કર્યું હતું.જેનું કેપ્શનહતું ઇન્સાનોવાલી પિશાચણી બહુત દેખી અભી નાગોંવાલી પિશાચની દેખો.
નાગજિલ્લા ફિલ્મને ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર, મહાવીર જૈન, આદર પૂનાવાલા તેમજ અન્યો છે.


