ધમાલ ફોરમાં રવિ કિશન વિલનની ભૂમિકા ભજવશે
- અજય દેવગણ સામે હિરોઈનની શોધ
- મોટાભાગનું શૂૂટિંગ ગોવા અને મુંબઈમાં થશે, કેટલાંક દ્રશ્યો વિદેશમાં ફિલ્માવાશે
મુંબઇ : ટોટલ ધમાલની ફ્રેન્ચાઇઝી 'ધમાલ ૪'માં રવિ કિશન એક ડોનના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં અજય દેવગણ અને અરશદ વરસી સહિતના કલાકારો પણ છે.
જોકે, ફિલ્મમાં હજુ સુધી અજય દેવગણની કોઈ હિરોઈન નક્કી થઈ નથી. પરંતુ, આ માટે તબ્બુ સાથે વાત ચાલતી હોવાનું કહેવાય છે.
ફિલ્મનું શૂટિંગ મોટા ભાગે ભારતમાં જ થવાનું છે. શૂટિંગ લોકોશન તરીકે નિર્માતાએ ગોવા, મુંબઇ,માલશેજ ઘાટ પર થવાનું છે. જોકે, કેટલાંક દ્રશ્યો વિદેશમાં ફિલ્માવાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમાં પૂરું કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલી 'ધમાલ' ફિલ્મ ૨૦૦૭માં બની હતી જેનું બજેટ ૧૦ કરોડ રૂપિયા હતું અને કલેકશન ૩૩.૦૬ કરોડ રૂપિયા હતું. 'ડબલ ધમાલ' ૨૦૧૧માં આવી હતી જેનું બજેટ ૩૦ કરોડ રૂપિયા હતુ અને કલેકશન ૪૫ કરોડ રૂપિયા હતું. 'ટોટલ ધમાલ' ૨૦૧૯માં રિલીઝ થઇ હતી જે ૯૦-૧૦૦ કરોડ રૂપિયામાં બની હતી અને કલેકશન ૧૫૫.૬૭ કરોડ રૂપિયાનું હતું.