Get The App

રવિના ટંડનનું મન મરજીયા: નિયમો વિરૂદ્ધ જંગલમાં વાઘની નજીક જઈ બનાવ્યો વીડિયો, તંત્રનો તપાસનો આદેશ

Updated: Nov 29th, 2022

GS TEAM


Google News
Google News
રવિના ટંડનનું મન મરજીયા: નિયમો વિરૂદ્ધ જંગલમાં વાઘની નજીક જઈ બનાવ્યો વીડિયો, તંત્રનો તપાસનો આદેશ 1 - image


મુંબઈ, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર 

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી હોવા ઉપરાંત, રવિના ટંડન એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છે. દર વર્ષે તે એકલા અને તેના પરિવાર સાથે દેશના વિવિધ જંગલો અને અભયારણ્યોમાં જાય છે અને તસવીરો અને વીડિયો ચાહકોને શેર કરે છે. પરંતૂ રવિનાએ શેર કરેલ એક વીડિયોએ હવે વિવાદ ઉભો થયો છે. 

વાઘની ખૂબ નજીક જઈને ફોટોગ્રાફ લેતા વિવાદ 

ભોપાલના વન વિભાગમાં વાઘને પથ્થર મારવા પર રવિના ટંડન વ્યક્તિને સમજાવતી જોવા મળી હતી અને વન વિહારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. આજે તે પોતે વિવાદમાં ફંસાઇ ગઇ છે. 

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સાતપુરા ટાઈગર રિઝર્વમાં (Satpura Tiger Reserve) ગઈ હતી અને જંગલ સફારીની મજા માણી હતી. આ દરમિયાન તેણે ટાઈગરની ઘણી તસવીરો અને વીડિયો પણ શૂટ કર્યા હતા, જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ વાઘની ખૂબ નજીક જઈને ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવા સાથે સંબંધિત છે.

રવિના ટંડન સામે તપાસના આદેશ 

મેનેજમેન્ટનું કહેવું છે કે, ટાઇગરના વીડિયો શૂટમાં નિયમોની અવગણના કરવામાં આવી છે. રવિનાએ પોતે 25 નવેમ્બરે જંગલ સફારીનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. વીડિયોમાં જીપ્સી વાઘની ખૂબ જ નજીક હતી અને વાઘ આગળ ગર્જના કરતો હતો. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. સતપુરા ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે રવિના ટંડન સામે તપાસના આદેશ આપ્યા છે. 

નિયમો તોડ્યા

સતપુરા ટાઈગર રિઝર્વના નિયમો અનુસાર સફારી દરમિયાન જીપ્સીનું જંગલી પ્રાણીઓથી અંતર ઓછામાં ઓછું 20 મીટર હોવું જોઈએ. પરંતુ રવિના ટંડને આ નિયમોનું પાલન કર્યું નથી! સતપુરા ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. જો રવિના દોષી સાબિત થશે તો તેની સામે પણ યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

આ મુદ્દાઓ પર તપાસ કરશે

સાતપુરા ટાઈગર રિઝર્વના બોરી SDO ધીરજસિંહ ચૌહાણ તપાસ કરશે અને એસડીઓ ફિલ્ડ ડાયરેક્ટરને રિપોર્ટ સોંપશે.

Tags :