એટલીની ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ ભૂમિકામાં
- પુષ્પાની જોડી જુદી રીતે સ્ક્રીન શેર કરશે
- રશ્મિકાને અન્ય રોલની પણ ઓફર કરાઈ હતી પરંતુ તેણે નેગેટિવ ભૂમિકા પસંદ કરી
મુંબઇ : 'પુષ્પા'ની જોડી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના એટલીની આગામી ફિલ્મમાં સાથે દેખાવાની છે. જોકે, આ ફિલ્મમાં આ જોડી અલગ રીતે સ્ક્રીન શેર કરશે. રશ્મિકા ફિલ્મમાં નેગેટિવ રોલમાં હોવનું કહેવાય છે.
જાણવા મળ્યા મુજબ ફિલ્મ માટે રશ્મિકાને અલગ અલગ રોલની ઓફર કરાઈ હતી. તેમાંથી તેણે નેગેટિવ ભૂમિકા પસંદ કરી હતી. અગાઉ તેણે ભાગ્યે જ નેગેટિવ રોલ ભજવ્યો હોવાથી આ વખતે એક પડકાર તરીકે તેણે આ ભૂમિકા પસંદ કરી હતી.
રશ્મિકાના ચાહકો તેની આ પસંદગીથી ખુશ થયા છે. છેલ્લા કેટલાય સમયથી રશ્મિકા બહુ ડોમિનન્ટ પુરુષની જીવનસાથી તરીકેના એકસરખા રોલમાં ટાઈપકાસ્ટ થઈ રહી છે. રશ્મિકાની ફિલ્મો સફળ થાય છે પરંતુ તેને વેરાયટી ધરાવતા રોલ મળતા નથી તેવી તેના ચાહકોની ફરિયાદ હતી.