Get The App

રશ્મિકાએ બોયફ્રેન્ડ વિજયના ઘરે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
રશ્મિકાએ બોયફ્રેન્ડ વિજયના ઘરે સાડીમાં  ફોટોશૂટ કરાવ્યું 1 - image


- વિજયે જાતે જ ફોટા પાડી દીધા   

- વિજય દેવરકોંડાની માતાએ આ સાડી ગિફ્ટ કરી હોવાનો રશ્મિકાના કેપ્શન પરથી સંકેત 

મુંબઈ : રશ્મિકા મંદાનાએ યલો-ગોલ્ડન કલરની સાડીમાં સજ્જ થઈને ફોટો શૂટ કરાવ્યું છે. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. રશ્મિકાએ આ ફોટા સાથે મૂકેલી  કેપ્શનના આધારે ચાહકોએ એવું અનુમાન લગાવ્યું છે કે આ ફોટો શૂટ વિજય દેવરકોંડાના ઘરે થયું છે અને આ ફોટા પણ ખુદ વિજય દેવરકોંડાએ જ પાડયા છે. રશ્મિકાએ કેપ્શનમાં લખ્યું છે કે આ ફોટાઓમાં મારાં બધાં  ફેવરિટ્સનો સમાવેશ થાય છે. આ લોકેશન મારું ફેવરિટ છે. આ કલર મારો ફેવરિટ છે. જે લેડીએ મને આ સાડી ગિફ્ટ કરી છે તે  પણ મારાં ફેવરિટ છે અને જે વ્યક્તિએ આ ફોટા પાડયા છે તે પણ મારો ફેવરિટ છે. આ ફોટામાં જે કાંઈ છે તે બધું  જ મારી જિંદગીમાં એક અને અનન્ય છે. આ કેપ્શનના આધારે ચાહકોએ ધારી લીધું છે કે આ સાડી પણ રશ્મિકાને વિજય દેવરકોંડાની માતાએ જ ગિફ્ટ કરી છે.  રશ્મિકા  અને વિજય દેવરકોંડા લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. બંનેએ પોતાના પ્રેમ સંબંધો જાહેરમાં  સ્વીકાર્યા નથી પરંતુ તેમનાં આ પ્રકારનાં અનેક સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પરથી તેમના પ્રેમસંબંધોના પુરાવા  મળી ચૂક્યા છે.  

Tags :