Rashmika Mandanna Breaks Silence On Marriage: છેલ્લા ઘણા મહિનાઓથી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ક્યારે લગ્ન કરશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ઓક્ટોબર 2025માં દશેરા ફિલ્મની રિલીઝ પહેલા વિજયની ટીમે તેમની સગાઈની પુષ્ટિ કરી હતી. એવા અહેવાલો હતા કે, વિજય અને રશ્મિકા 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે. હવે અભિનેત્રીએ તાજેતરમાં આ વિશે વાત કરી છે અને લગ્નની અટકળો પર મૌન તોડ્યું છે.
રશ્મિકાએ લગ્ન વિશે શું કહ્યું?
એક કાર્યક્રમમાં પ્રીમા સાથેની વાતચીત દરમિયાન રશ્મિકાને પૂછવામાં આવ્યું કે શું વિજય સાથેના તેના લગ્ન વિશેની ખબર સાચી છે. જેમાં લગ્નની તારીખ અને સ્થળનો સમાવેશ થાય છે. જેના પર રશ્મિકાએ જવાબ આપ્યો કે, "આ અફવાઓ શરૂ થયાને ચાર વર્ષ થઈ ગયા છે, ખરું ને? અને લોકો વારંવાર એક જ પ્રશ્ન પૂછતા રહે છે. લોકો એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે. હું આ વિશે જ્યારે તેનો સાચો સમય આવશે, ત્યારે જ વાત કરીશ."
ઓક્ટોબર 2025 માં તેમની સગાઈના સમાચાર આવ્યા ત્યારથી, રશ્મિકા અને વિજય સગાઈ ઈંગેજમેન્ટ રિંગ પહેરેલા જોવા મળ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ જાહેરમાં આ અફેરનો સ્વીકાર કર્યો નથી. નવેમ્બરમાં તેની ફિલ્મ "ધ ગર્લફ્રેન્ડ"ના સક્સેસ ઇવેન્ટમાં વિજયે રશ્મિકાના હાથ પર ચુંબન કર્યું હતું, જેનાથી તેમના સંબંધની પુષ્ટિ થઈ.
તેઓએ ન્યૂયોર્કમાં 43માં ઇન્ડિયા ડે પરેડનું નેતૃત્વ કર્યું હતું અને ગયા વર્ષે ઇન્ડિયા બિયોન્ડ બોર્ડર્સ નામના એક કાર્યક્રમમાં પણ સાથે જોવા મળ્યા હતા. વધુમાં તેઓ મિત્રો સાથે નવા વર્ષની રજાઓ પર પણ ગયા હતા.
રશ્મિકા અને વિજયની 2018ની હિટ ફિલ્મ ગીતા ગોવિંદમ અને 2019ની ફિલ્મ ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું હતું. ગત વર્ષે છાવા, સિકંદર, કુબેરા, થમ્મા અને ધ ગર્લફ્રેન્ડમાં નજર આવ્યા બાદ હવે રશ્મિકા જલ્દી કોકટેલ 2 અને માયસામાં જોવા મળશે. જ્યારે વિજય ગત વર્ષે કિંગડમમાં જોવા મળ્યો હતો.


